Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ડોલરની તુલનાએ રૂપિયામાં ઘસારો અને વૈશ્વિક સંકેતને પગલે સોના-ચાંદીમાં સુધારો

પ્રોત્સાહન પેકેજ અંગે અનિશ્ચિતતા જારી રહેતા રોકાણના સલામત વિકલ્પ તરીકે સોનાની માંગ વધી

મુંબઈઃ રૂપિયામાં ઘસારો થતા અને હકારાત્મક વૈશ્વિક સંકેતોના લીધે સોના ચાંદીમાં સુધારો જોવાયો છે મુંબઈના રિટેલ બજારમાં સોનું પ્રતિ ઔંસ 278 રૂપિયા વધી 51,156 થયુ હતુ.વિશ્વસ્તરે કોરોના વાઇરસના કેસોમાં વધારો થતા અને અમેરિકાની સરકાર દ્વારા આપવામાં આવનારા પ્રોત્સાહન પેકેજ  અંગે અનિશ્ચિતતા જારી રહેતા રોકાણના સલામત વિકલ્પ તરીકે સોનાની માંગ વધી હતી.

મુંબઈમાં 22 કેરેટના સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 46,859 પ્લસ ત્રણ ટકા જીએસટી હતો. જ્યારે 24 કેરેટના સોનાન ભાવ 51,156 પ્લસ જીએસટી હતો. આ દરમિયાન 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 38,367 પ્લસ જીએસટી હતો.

ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યું હતું કે તાજેતરમાં ભાવમાં આવેલા ઘટાડાના લીધે સોનામાં જોખમ-વળતરની ઓફર વધારે સારી છે. વાસ્તવમાં સોનું ખરીદવાનો આ સારામાં સારો સમય છે. તેના લીધે નજીકના ભવિષ્યમાં તે 25 ટકા વળતર આપી શકે છે.

હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 5.60 ડોલર ઘટીને 1,9424.03 ડોલર હતો હાલમાં ગોલ્ડ-સિલ્વર રેશિયો 81.71:1 છે. એટલે કે એક ઔંસ સોનું ખરીદવા માટે આટલા ઔંસ ચાંદીની જરૂર પડે છે. હાજર ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,500 રૂપિયા વધીને 62,606 થયો હતો.

વાયદા બજારમાં સોનાનો ભાવ ઇન્ટ્રા-ડેમાં 50,830ની નીચી સપાટી બનાવી ઇન્ટ્રા-ડેમાં 51,142ની નીચી સપાટી બનાવી હતી. ડિસેમ્બર સિરીઝમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 48,384ની નીચી સપાટી અને 56,379ની ટોચની સપાટી બનાવી હતી.

અમદાવાદમાં 99.9 કેટેગરીના સોનાનો ભાવ વધીને પ્રતિ ઔંસ 51,700-52700 થયો હતો. 99.5 હાજર સોનાનો ભાવ 51500-52500 થયો હતો. જ્યારે હોલમાર્ક સોનાનો ભા 51,645 થયો હતો.

ચાંદી ચોરસાનો ભાવ 61,000-63000 હતો. ચાંદી રૂપુનો ભાવ 60,800-62,800 હતો. જૂના સિક્કાનો ભાવ 575-775 હતો.

વિશ્વસ્તરે સોનાનો ભાવ પણ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીથી ઘટ્યો હતો. યુ.એસ. કોરોના વાઇરસ સહાય પેકેજની વાતે તેમા ઘટાડો થયો હતો.

હાજર સોનું 0.3 ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,923.81 ડોલર થયુ હતુ. સોનાએ 21 સપ્ટેમ્બરના સવારના સત્રમાં 1,932.96 ડોલરની ઊંચી સપાટી બનાવી હતી. જ્યારે સોનાનો વાયદો 0.2 ટકા વધીને 1,930.10 ડોલર થયો હતો.

(8:33 pm IST)