Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

હરાજીના નવા બંધારણો માટે પોલ આર મિલ્‍ગ્રોમ અને રોબર્ટ બી વિલ્‍સનને અર્થશાષાનો નોબલ પુરસ્‍કાર

સ્ટૉકહોમઃ અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આ વખતે પોલ આર મિલ્ગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને મળ્યો છે. મિલ્ગ્રોમ અને વિલ્સનને આ પુરસ્કાર હરાજીના સિદ્ધાંતો અને નવા હરાજી ફોર્મેટ્સની શોધમાં સુધારા માટે મળ્યો છે. આ પહેલા વર્ષ 2019મા આ પુરસ્કાર એમઆઈટીના બે સંશોધકો અને હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયના એક સંશોધકને મળ્યો હતો. આ પુરસ્કાર મેળવનારને એક કરોડ ક્રોના એટલે કે 11 લાખ અમેરિકી ડોલરનું ઇનામ પણ આપવામાં આવે છે.

આ પુરસ્કારને સ્વીરિજેજ રિક્સબેન્ક પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સ ઇન મેમોરી ઓફ આલ્ફ્રેડ નોબેલના નામથી પણ ઓળખવામાં આવે છે. ધ રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે સોમવારે એક નિવેદનમાં કહ્યું, તેમણે આ વસ્તુઓ અને સેવાઓ માટે નવા હરાજી સ્વરૂપોને ડિઝાઇન કરવામાં પોતાની અંતદ્રષ્ટિનો ઉપયોગ કર્યો છે, જેને પરંપરાગત રીતે વેચવી મુશ્કેલ છે, જેમ કે રેડિયો ફ્રીક્વન્સી.

નોબેલ પુરસ્કાર વર્ષ 1901થી શરૂ થયો છે. સ્વીડિશ શોધકર્તા અલ્ફ્રેડ નોબલની પાંચમી પુણ્યતિથિથી આ પુરસ્કાર શરૂ થયો હતો. અલ્ફ્રેડે વિસ્ફોટક ડાયનામાઇટની શોધ કરી હતી. પહેલા નોબલ પુરસ્કાર ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, દવા, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રમાં આપવામાં આવ્યા હતા.

નોબેલનો જન્મ સ્ટોકહોમમાં 1833મા થયો હતો. નોબેલના પિતા સેના માટે શસ્ત્ર બનાવવાનું કાર્ય કરતા હતા. નોબેલે 1867મા આધુનિક પ્રભાવશાળી વિસ્ફોટકની શોધ કરી હતી. તે તેના યુદ્ધમાં ઉપયોગથી દુખી હતી. નોબેલ પુરસ્કારોનો પ્રારંભ કરવા વિશે તેમણે પોતાની વસીયતમાં લખ્યું હતું. નોબેલનું મૃત્યુ 10 ડિસેમ્બર 1896મા થયું હતું. આ કારણે દર વર્ષે 10 ડિસેમ્બરે વિભિન્ન ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. આ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે.

(5:44 pm IST)