Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

હવે શુક્રવારે જાહેર થશે NEETનું પરિણામ : શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી જાણકારી આપી

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આજે આ પરિણામ જાહેર નથી થાય.

નવી દિલ્હી : નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET 2020)ના પરિણામો આજે 12 ઓક્ટોબરના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા જાહેર કરવામાંઆવનાર હતું. જોકે હવે, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આજે આ પરિણામ જાહેર નથી થાય.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે ટ્વીટ કરતા જણાવ્યું છે કે NEET UG 2020 નું પરિણામ 16 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. પરિણામનો સમય બાદમાં જાહેર કરવામાં આવશે. તમામ ઉમેદવારોને શુભેચ્છા

આ વર્ષે, NEET 2020ની પરીક્ષા 3800 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી. પરીક્ષામાં કુલ ઉમેદવારો માંથી 90% ઉમેદવારો હાજર રહ્યા હતા. NTA દ્વારા NEET 2020ના પરિણામો જાહેર કર્યા બાદ તમામ ઉમેદવાર પોતાના સ્કોર ઓફિશિયલ વેબસાઈટ ntaneet.nic.in જોઈ શકે છે. NEET 2020 પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ કોરોના મહામારી વચ્ચે યોજવામાં આવી હતી.

આ ઉપરાંત, NEET UG આન્સર કી 26 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. પરીક્ષાનું આયોજન કોરોના સંકટ વચ્ચે કરવામાં આવ્યું હતું. એવામાં આ વર્ષે જુદા જુદા રાજ્યો દ્વારા મફત પરિવહન અને રોકાણ માટેની વ્યવસ્થાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

(5:20 pm IST)