Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ભાજપમાં જોડાય તેવી અટકળો

પ્રખ્યાત અભિનેત્રી ખુશ્બુ સુંદરને કોંગ્રેસે તાત્કાલિક અસરથી પક્ષના પ્રવકતા પદથી હટાવ્યા

નવી દિલ્હી તા. ૧૨ : કોંગ્રેસ પક્ષે ખુશ્બુ સુંદરને આજે તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય પ્રવકતા પદેથી હટાવી દીધા છે. ખુશ્બુ સુંદર આજે કોઇપણ ઘડીએ બીજેપીમાં સામેલ થઇ શકે છે તે તેના માટે દિલ્હી જવા માટે રવાના થઇ ચૂકયા છે.

ખુશ્બુના બીજેપીમાં સામેલ થવાથી આવતા વર્ષે તામિલનાડુમાં થનાર વિધાનસભા ચુંટણીમાં પક્ષને સારો ફાયદો મળવાની સંભાવના છે. બીજેપી તેને સ્ટાર પ્રચારક તરીકે રજૂ કરશે.

આ બધાની વચ્ચે સુંદરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ત્યાગપત્ર મોકલ્યો. જેમાં તેઓએ કહ્યું, કેટલાક જો પક્ષની અંદર ઉચ્ચ હોદ્દા પર રહેલા છે, તેઓની જમીન હકીકત અથવા સાર્વજનિક માન્યતાની સાથે કોઇ મનમેળ રાખતા નથી તેઓ શરતોને આધીન કામ કરે છે. ખુશ્બુ સુંદરે પક્ષ પ્રમુખ, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય દરેક કોંગ્રેસ નેતાઓને ધન્યવાદ કર્યા.

જો કે તેણે ચાર વર્ષે ડીએમકે પક્ષ છોડયો હતો. તે જ વર્ષે ૨૦૧૪માં સોનિયા ગાંધીને મળ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા.

(12:54 pm IST)