Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

હવે રસીની શોધ થશે પૂરી

દુનિયા સામે પહેલી વખત આવી કોરોના વાયરસની તસવીર

નવી દિલ્હી, તા.૧૨: કોરોના વાયરસ મહામારીના ખાત્મા માટે વેકસીનની શોધમાં જોરશોરથી લાગેલી દુનિયા માટે ખૂબ જ સારા સમાચાર છે. ચીનના વૈજ્ઞાનિકોએ દુનિયામાં પહેલી વખત આ કિલર વાયરસની તસવીરો બનાવી છે. આ તસવીરોથી કોરોના વાયરસને લઇ કેટલાંય મોટા ખુલાસા થયા છે. તસવીરોમાં દેખાઇ રહ્યું છે કે કોરોના વાયરસ તીક્ષણ આકારનો છે. એટલું જ નહીં તસવીરો પરથી તેનો વ્યકિતની કોશિકાઓની સાથે અંતઃ ક્રિયાનો પણ ખુલાસો થયો છે. કોરોના વાયરસની તસવીરો આવવાથી વૈજ્ઞાનિકોને હવે આ મહામારીના ખાત્મા માટે વેકસીન બનાવામાં મોટી મદદ મળી રહી છે.

કોરોના વાયરસની તસવીર સામે આવ્યા બાદ હવે વૈજ્ઞાનિકોને એ આશા જાગી છે કે કોરોનાની વેકસીન અને સારવાર ચકાસી શકાશે. ચીનની ત્સિગુઆ યુનિવર્સિટીમાં બાયોલોજીસ્ટ ડોકટર સાઇ લી હાંગઝોઉમાં એક બાયોસેફ્ટી લેબમાં વાયરસ નિષ્ણાતોની સાથે મળીને કામ કરી રહ્યા છે. આ નિષ્ણાત લેબની અંદર કોરોના વાયરસ તૈયાર કરી રહ્યા છે. આ નિષ્ણાતોએ વાયરસને કેમિકલની અંદર નાંખ્યો જેથી કરીને નુકસાન પહોંચાડી શકે નહીં. ત્યારબાદ તેમણે વાયરસથી ભરેલા તરલ પદાર્થને લી પાસે મોકલ્યા.

લી અને તેની ટીમ એ વાયરસથી ભરેલા તરલ પદાર્થને એક ડ્રોપની અંદર કરી દીધો. ત્યારબાદ તેને અચાનક જમાવી દેવાયો. લી અને તેની ટીમે બાદમાં ક્રયો-ઇલેકટ્રોનિક માઇસ્ક્રોસ્કોપથી તેને જોયો. લી એ ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે વાતચીતમાં કહ્યું કે મેં એક સ્ક્રીન જોઇ જે કોરોના વાયરસથી સંપૂર્ણપણે ભરેલી હતી. આ જોવામાં એક ઇંચના ૧૦ લાખમાં ભાગથી પણ ઓછો હતો. તેમણે કહ્યું કે મને સમજાતું નહોતું કે હું દુનિયાનો પહેલો એવો વ્યકિત છું જેણે વાયરસને આટલા નજીકથી જોયો. લીની આ તસવીરોથી હવે વૈજ્ઞાનિકોને એ ખબર પડી છે કે કેવી રીતે વાયરસના કેટલાંક પ્રોટીન વ્યકિતની કોશિકાઓમાં ઘૂસી જાય છે.

આ તસવીરો પરથી વૈજ્ઞાનિકોને એ પણ ખબર પડી ગઇ કે કેવી રીતે દૂષિત જીન્સ વ્યકિતના બાયોકેમેસ્ટ્રી પર કબ્જો કરી લે છે. રિસર્ચકર્તાઓને ખબર પડી ગઇ કે કેટલાંક વાયરલ પ્રોટીન આપણા સેલુલર (જીવ કોશિકા) ફેકટ્રી પર કહેર વરસાવે છે અને અન્ય વાયરલ પ્રોટીન નવા વાયરસ બનાવા માટે નર્સરી તૈયાર કરે છે. કેટલાંક રિસર્ચકર્તા સુપરકોમ્પ્યુટરના ઉપયોગની જેમ જ વર્ચુઅલ વાયરસ તૈયાર કરવા માટે કરી રહ્યા છે. રિસર્ચકર્તાઓને આશા છે કે તેમને તેની ખબર પડશે કે કેવી રીતે એકદમ તેજીની સાથે અસલી વાયરસ ફેલાય છે.

(11:30 am IST)