Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજકોટમાં છેલ્લા બે દિ'માં કોરોના ૧૯ને ભરખી ગ્યો

ગઇકાલ સવારનાં ૮ વાગ્યા થી આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં ૯ તથા ગઇકાલે ૧૦ના મોત થયાઃ તંત્રનાં ચોપડે એક પણ કેસની નોંધ નહિઃ શહેર - જીલ્લાની કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧૬૨૮ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૨:  વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટ શહેર- જીલ્લામાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં ૯ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. તે સાથે છેલ્લા ૨  દિવસમાં મૃત્યુઆંક ૧૯ થઇ ગયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં ગઇકાલે ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને  જીલ્લામાં એક મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૧નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૧૨ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૯ દર્દીઓનાં મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા બે દિવસમાં કોરોનાએ ૧૯ લોકોની જિંદગી છીનવી લીધી હતી.જયારે ગત સપ્તાહએ મુત્યુમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. 

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૬૨૮ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૃરી બન્યું છે.

(10:34 am IST)