Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

પ્રાઇવેટ મેડિકલ કોલેજો એન.આર.આઇ. કવોટા ફરજીયાત રાખવા માટે બંધાયેલી નથી : સુપ્રીમ કોર્ટ

આ કવોટા રાખવામાં આવ્યો ન હોય તો તેની નોટીસ સંચાલકોએ સમયસર આપી દેવી જોઇએ : જો કવોટા રાખવામાં આવ્યો હોય તો ૧૫ ટકાની મર્યાદા જરૂરી

નવી દિલ્હી તા. ૧૨ : પ્રાઇવેટ મેડિકલ કોલેજો એન.આર.આઇ.કવોટા ફરજીયાત રાખવા માટે બંધાયેલી નથી તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટએ આપ્યો છે.

નામદાર ન્યાયધીશ એલ.નાગેશ્વર રાવ તથા એસ.રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે એન.આર.આઇ.કવોટા,કે મેનેજમેન્ટ કવોટા માટે નક્કી કરાયેલી મર્યાદામાં રહીને પ્રવેશ આપવો કે કેમ તે બાબત પ્રોફેશનલ તથા ટેકિનકલ કોર્સ ભણાવતી પ્રાઇવેટ મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓની સત્ત્।ામાં આવે છે.

નામદાર કોર્ટે વધુમાં જણાવ્યા મુજબ આ કવોટા રાખવામાં ન આવ્યો હોય તો તેવી નોટિસ સંચાલકોએ સમયસર આપી દેવી જોઈ જેથી સ્ટુડન્ટ્સને અગાઉથી ખ્યાલ આવી શકે.

એન.આર.આઇ.કવોટા રાખવા માટે પ્રાઇવેટ મેડિકલ કોલેજો બંધાયેલી નથી તેવા રાજસ્થાન હાઇકોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ઘમાં કરાયેલી પિટિશનના અનુસંધાને સુપ્રીમ કોર્ટે ઉપરોકત ચુકાદો આપ્યો હતો.સાથોસાથ જે કોલેજો આ કવોટા રાખે છે તે ૧૫ ટકાની મર્યાદામાં હોવો જોઈએ તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(10:15 am IST)