Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પ્રસૂતિ પછી લાંચ ન આપતા નર્સે માતા-બાળકને ન કર્યા ડીસ્ચાર્જ

મંગળસૂત્ર ગીરવે રાખીને આપવી પડી લાંચ

ચંદૌલીઃ નકસલ પ્રભાવિત વિસ્તાર નૌગઢની સરકારી હોસ્પિટલમાં લાંચ ન આપતા નર્સે માતા અને બાળકને રોકી રાખવાની ઘટના સામે આવી છે.

પીડિત દ્વારા જાહેર આરોગ્ય કેન્દ્રના અધિક્ષકને આની ફરિયાદ કરાયા પછી માતા-બાળકને ડીસ્ચાર્જ કરાયા હતા. આક્ષેપ કરાયો છે કે સીએચસીની નર્સે પ્રસૂતિ કરાવવાના બદલામાં સુવિધા શૂલ્કની માંગણી કરી હતી. આના માટે પ્રસૂતાના સસરાએ મંગળસૂત્ર ગીરવે મુકીને લાંચ આપવી પડી હતી. ડીલીવરી થઇ અને બાળકીનો જન્મ થયો તો નર્સે ફરી એક વાર પૈસાની માંગણી કરી અને પૈસા ના આપે તો માતા અને બાળકીને ડીસ્ચાર્જ કરવાની ના પાડી દીધી હતી.

પરેશાન પીડિત પરિવાર આની ફરીયાદ લઇને સીએચસી અધિક્ષક પાસે ગયો હતો. અધીક્ષકના હસ્તક્ષેપ પછી બંનેને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

(3:21 pm IST)