Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

નિવૃત્ત ન્‍યાયાધીશને પોતાની વાતોમાં ફસાવીને ઉંચુ પદ અપાવવાની લાલચ આપીને જ્‍યોતિષ કાર્યની વાતો કરનાર શખ્‍સને બેંગ્‍લોર પોલીસ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધોઃ 8.37 કરોડની છેતરપિંડી કરી હતી

બેંગ્લોરઃ પોતાને જ્યોતિષ ગણાવતા એક વ્યક્તિએ રિટાયર્ડ જજને આઠ કરોડથી વધારેનો ચૂનો લગાવ્યો છે. આરોપીએ દાવો કર્યો હતો કે, તેની ટોપના રાજનેતાઓ સુધી પહોંચ છે અને પીડિતને ઉંચી ખુરશી (ઉંચો પદ) અપાવી શકે છે. આ બહાને તેણે નિવૃત્ત ન્યાયાધીશને પોતાની વાતોમાં ફસાવ્યા અને તેમના પાસેથી 8.37 કરોડ રૂપિયા ઠગી લીધા. કર્ણાટકના આ કેસમાં બેંગ્લોર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આરોપીની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે.

આરોપીની ઓળખ યુવરાજ રામદાસના રૂપમાં થઈ છે. આ ધરપકડ વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં પૂર્વ જજ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પછી કરવામાં આવી. આરોપ હતો કે, યુવરાજે જૂન 2018 અને નવેમ્બર વચ્ચે પ્રશાસનિક વ્યવસ્થામાં ઉંચો પદ અપાવવાની વાત કહીને તેમના પાસેથી 8.27 કરોડ રૂપિયા ઠગી લીધા.

એરેસ્ટ કર્યા પછી જોઈન્ટ પોલીસ કમિશ્નર (પોલીસ) સંદીપ પાટિલે કહ્યું- ફરિયાદના આધાર પર યુવરાજ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જે જૂઠા દાવાઓ કરીને લોકોને ફોસલાવતો હતો કે, તે નામી અને મહત્વપૂર્ણ લોકોને ઓળખે છે. તેઓ લોકોને છેતરતો હતો કે, તે પોતાના સંપર્કોના આધાર પર લોકોને સરકારી નોકરીઓ અને મહત્વપૂર્ણ કામ કરાવી શકે છે.

(4:55 pm IST)