Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

રેલ્વે ટ્રેનના કોચ લીઝ પર આપી રેલ્વે ટુરીઝમને આપશે પ્રોત્સાહન ખાનગી કંપનીઓ કરશે સંચાલન અને સરકારને મળશે કમિશન

રેલવે મંત્રાલયે એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લેવલ કમિટીની રચના કરી

નવી દિલ્હી :  ભારતીય રેલવે હવે રેલવે ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે લીઝિંગ કોન્સેપ્ટ પર આગળ વધવાનું વિચારી રહી છે. લીઝ પર આપવા માટેના કોચ સ્ટોક (ટ્રેન કોચ અથવા આખી ટ્રેન) થીમ આધારિત હશે અને તે રેલવે દ્વારા લીઝ પર આપવામાં આવશે. જે પાર્ટીને લીઝ મળે છે તે સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય વિષયો પર આ કોચનો વિકાસ કરી શકે છે. આ માટે રેલવે મંત્રાલયે એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લેવલ કમિટીની રચના કરી છે. આ સમિતિ આ સંબંધિત પોલીસી અને ટર્મ એન્ડ કન્ડીક્શન અંગે નિર્ણય લેશે.

આ ટ્રેન સર્વિસ Tourist Circuit train જેવી હશે. આમાં, તૃતીય પક્ષે જ રૂટ અને ભાડું પણ નક્કી કરવાનું હોય છે. આમાં ટ્રેનનો કોચ અથવા આખી ટ્રેન લીઝ પર આપવામાં આવશે. જે પાર્ટી તેને લીઝ પર લેશે તે તેના અનુસાર કોચની ડિઝાઈન નક્કી કરી શકે છે. જો જરૂરી પડે તો રસ ધરાવનાર પાર્ટી કોચમાં પણ નવીનીકરણ કરી શકે છે. લીઝ કરાર ઓછામાં ઓછા પાંચ વર્ષના સમયગાળા માટે હશે અને જ્યાં સુધી કોચની થીમ ચાલુ રહેશે, ત્યાં સુધી લંબાવી પણ શકાય છે. સરળ શબ્દોમાં રેલવે ખાનગી ખેલાડીઓને પ્રવાસી ટ્રેનો ચલાવવાની તક આપી રહી છે.

(8:38 pm IST)