Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

મા-બાપને વિમાનમાં બેસાડી નિરજે તેનું સ્વપ્ન પુરૃં કર્યું

ટોક્યોમાં દેશનું મેડલનું સ્વપ્ન પુરું કરનાર ખેલાડી ખુશ : ખેલાડી ૨૦૨૧ની કેટલીક સ્પર્ધામાં ભાગ નહીં પણ ૨૦૨૨ની એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે

નવી દિલ્હી, તા.૧૧ : ટોકિયો ઓલિમ્પિકમાં ભાલાફેંકની રમતમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતમાં સ્ટાર બની ગયેલા નિરજ ચોપરાએ પોતાનુ વધુ એક સ્વપ્નુ પુરૂ કર્યુ છે.

ખુદ નિરજ ચોપરાએ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેમણે ચાર્ટર્ડ ફ્લાઈટમાં પોતાના માતા પિતા સાથેની તસવીર શેર કરી હતી અને સાથે સાથે લખ્યુ હતુ કે, આજે જિંદગીનુ એક સપનુ પુરૂ થયુ છે. મારા માતા પિતાને આજે પહેલી વખત ફ્લાઈટમાં બેસાડ્યા છે. તમારા બધાની દુઆ અને આશીર્વાદ માટે હું તમારો કાયમ માટે આભારી રહીશ.

ટોકિયો ઓલિમ્પિક પછી નિરજ ચોપરા ભારે વ્યસ્ત દેખાઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાએ તેઓ સન્માન સમારોહમાં હાજરી આપી રહ્યા છે અને તેની વચ્ચે પરિવાર માટે સમય કાઢવો તેમના માટે મુશ્કેલ થઈ રહ્યુ છે.

નિરજ જાહેરાત કરી ચુકયા છે કે, પરિવાર સાથે સમય વિતાવવા માટે ૨૦૨૧માં કેટલીક ટુર્નામેન્ટમાં હું ભાગ નહીં લઉં પણ ૨૦૨૨ની એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ચોક્કસ રમવાનો છું.

(7:29 pm IST)