Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ખાદ્ય તેલોની આયાત પરની બેઝ ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડાઈ

તહેવારો પહેલાં સરકાર દ્વારા પ્રજાને રાહત : ક્રુડ પામ ઓઈલ, ક્રુડ સોયા ઓઈલ અને ક્રુડ સનફ્લાવર ઓઈલ પર લાગતો બેઝ આયાત શુલ્ક ૨.૫ ટકા થયો

નવી દિલ્હી, તા.૧૧ : સરકારે તહેવારો પહેલા જનતાને ભેટ આપી છે. કોરોના કાળમાં લોકો પહેલેથી મોંઘવારીને લઈ ત્રસ્ત છે. ત્યારે વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ખાદ્ય તેલ જેવા કે, પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલની આયાત પર લાગતી બેઝ ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે. કારણે તહેવારો પહેલા ઘરવપરાશમાં લેવાતા તેલોની કિંમત નીચે આવી જશે.

સરકારી નોટિફિકેશન પ્રમાણે હવે ક્રુડ પામ ઓઈલ, ક્રુડ સોયા ઓઈલ અને ક્રુડ સનફ્લાવર ઓઈલ પર લાગતો બેઝ આયાત શુલ્ક . ટકા થઈ ગયો છે. જ્યારે પહેલા ક્રુડ પામ ઓઈલ પર ૧૦ ટકા, ક્રુડ સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પર . ટકાનો બેઝ ઈમ્પોર્ટ ટેક્સ લાગતો હતો.

તે સિવાય રિફાઈન્ડ ગ્રેડના પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલ પર લાગતો બેઝ આયાત શુલ્ક ૩૭. ટકાથી ઘટીને ૩૨. ટકા થઈ ગયો છે. બેઝ આયાત શુલ્કમાં કાપ બાદ હવે ક્રુડ પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલની આયાત પર કુલ ૨૪.૭૫ ટકાનો ટેક્સ લાગશે. તેમાં . ટકાનો બેઝ આયાત શુલ્ક અને અન્ય ટેક્સ સામેલ છે.

રીતે રિફાઈન્ડ પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફ્લાવર ઓઈલની આયાત પર હવે કુલ ૩૫.૭૫ ટકા કર લાગશે. તેમાં બેઝ ઈમ્પોર્ટ ટેક્સ પણ સામેલ છે.

(7:29 pm IST)