Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

દેશના ૫૦ ટકાથી વધુ ખેડૂતોના માથે મોટું દેવું

ખેડૂતોની આવક બમણી કરવા સરકારનો પોકળ દાવો : સર્વે મુજબ ખેડૂતો પર જે દેવું છે તેમાંથી ૬૯ ટકા દેવુ બેન્ક, સહકારી સમિતિઓ તેમજ સરકારી એજન્સીઓનું

નવી દિલ્હી, તા.૧૧ : મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કટિબધ્ધ હોવાની જાહેરાત કરી ચુકી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને તેમના એકાઉન્ટમાં પૈસા જમા કરાવીને મદદ કરવામાં આવી રહી છે.

જોકે હકીકત છે કે, આજે પણ દેશમાં ૫૦ ટકા કરતા વધારે ખેડૂતોના માથે દેવુ છે. નેશનલ સ્ટેસ્ટેસ્ટિક ઓફિસના સર્વે પ્રમાણે ૨૦૧૯માં ૫૦ ટકા કરતા વધારે ખેડૂત પરિવારો દેવાના બોજ હેઠળ દબાયેલા હતા. દરેક પરિવાર પર સરેરાશ ૭૪૧૨૧ રૂપિયાની લોન છે.

સર્વેમાં કહેવાયુ છે કે, ખેડૂતો પર જે દેવુ છે તેમાંથી ૬૯ ટકા દેવુ બેક્ન, સહકારી સમિતિઓ તેમજ સરકારી એજન્સીઓનુ છે. જ્યારે ૨૦ ટકા દેવુ વ્યાજખોરોનુ છે. ખેડૂતોનુ જે કુલ દેવુ છે તેમાંથી ૫૭ ટકા લોન ખેતીના હેતુ માટે લેવામાં આવી છે.

૨૦૧૮-૧૯ના વર્ષમાં દરેક ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક ૧૦૧૨૮ રૂપિયા હતી. પૈકી ૪૦૬૩ રૂપિયાની આવક મજૂરીથી, ૩૭૯૮ રૂપિયાની આવક ખેતીના ઉત્પાદનમાંથી, ૧૫૮૨ રૂપિયાની આવક પશુપાલનમાંથી, ૬૪૧ રૂપિયા બીન ખેતીના વ્યવસાયમાંથી થઈ હતી.

એક અંદાજ પ્રમાણે દેશમાં ખેતી પર નભતા પરિવારોની સંખ્યા . કરોડ છે.જેમાં ઓબીસી પરિવારોની ટકાવારી ૪૫. ટકા, અનુસૂચિત જાતિની સંખ્યા ૧૫. ટકા, અનુસૂચિત જનજાતિની સંખ્યા ૧૪. ટકા અને બીજા પરિવારોની સંખ્યા ૨૪. ટકા છે.

(7:28 pm IST)