Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

જયારે મહિલાને ન્યાય પ્રણાલીમાં પ્રતિનિધિત્વ મળે ત્યારે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે : હાઈકોર્ટમાં મહિલા વકીલો, અધિકારીઓ અને ન્યાયાધીશોની સંખ્યામાં વધારો થાય તે ઇચ્છનીય : અલ્હાબાદ હાઇકોર્ટ બિલ્ડિંગના શિલાન્યાસ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું ઉદબોધન

અલ્લહાબાદ : અલ્હાબાદ હાઇકોર્ટ બિલ્ડિંગના શિલાન્યાસ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ જણાવ્યું હતું કે જયારે મહિલાને ન્યાય પ્રણાલીમાં પ્રતિનિધિત્વ મળે ત્યારે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે .હું ઈચ્છું છું કે હાઈકોર્ટમાં મહિલા વકીલો, અધિકારીઓ અને ન્યાયાધીશોની સંખ્યામાં વધારો થાય .

અલ્હાબાદ ખાતે નવી નેશનલ લો યુનિવર્સિટી (એનએલયુ) અને અલ્હાબાદ હાઈકોર્ટના નવા બિલ્ડિંગના શિલાન્યાસ કરતી વખતે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાય પ્રણાલીમાં મહિલાઓના પ્રતિનિધિત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો .

તેમણે ઉમેર્યું હતું કે હાલમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ સહિત,ની કોર્ટોમાં  12% થી ઓછી મહિલા ન્યાયાધીશો છે . તેમણે આ તકે ભારતની પ્રથમ મહિલા એડવોકેટ કોર્નેલિયા સોરાબજીને યાદ કર્યા હતા .

રાષ્ટ્રપતિએ દલીલ કરી હતી કે મહિલાઓ વધુ સારી રીતે સજ્જ અને ન્યાય આપવા માટે વધુ વલણ ધરાવતી સાબિત થઈ છે અને અન્ય જવાબદારીઓ હોવા છતાં કાર્યક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે.

મહિલાઓમાં ન્યાય આપવા માટે સ્વભાવ, માનસિકતા અને ગુણવત્તા છે. માતાપિતા હોય, સાસરિયાં હોય, પતિ હોય કે બાળકો- કામ કરતી મહિલાઓ બધા વચ્ચે સંતુલન જાળવી રાખે છે અને તેમ છતાં, તેમના કાર્યસ્થળમાં શ્રેષ્ઠતાના ઉદાહરણ તરીકે કાર્ય કરે છે. "તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)