Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

6437 કિ.મી.ની મુસાફરી કરીને આવેલી બ્રિટીશ મહિલાના અંડરગારમેન્‍ટમાં ગરોળી છૂપાયેલ હતીઃ ગરોળીનું નામ ‘બાબી' પાડીને પ્રાણીઓ માટે કામ કરતી સંસ્‍થાને સોંપી

દક્ષિણ યોર્કશાયરથી પરત ફરતી વખતે ગરોળી જોવા મળી

લંડન: રજાઓ માણ્યા બાદ જ્યારે એક બ્રિટિશ મહિલા તેના ઘરે પહોંચી ત્યારે તેની સાથે એક બિન આમંત્રિત મહેમાન પણ હતું. ખરેખર, એક ગરોળી મહિલાની બ્રામાં છુપાઈ ગઈ અને તેની સાથે 4000 માઈલ (લગભગ 6437 કિમી) ની મુસાફરી કરી દક્ષિણ યોર્કશાયર પહોંચી હતી. જ્યારે પરત ફરતી વખતે મહિલાએ પોતાની સુટકેસને અનપેક કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે એક ગરોળી જોઈ. મહિલાએ આ બિન આમંત્રિત મહેમાનનું નામ બાર્બી રાખ્યું.

Russell થી વધારે ડરી ગઈ હતી Lizard

'મિરર'ના અહેવાલ મુજબ, 47 વર્ષીય રસેલએ જ્યારે સુટકેસ ખોલતી વખતે પોતાની બ્રા નીકાળી ત્યારે કંઈક અજુગતું લાગ્યું. આ પછી તેણે અન્ડરગાર્મેન્ટને જોરથી ઝાટક્યા પછી કાળી ગરોળી બેડ પર પડી. પહેલા રસેલ ડરી ગઇ અને ચીસો પાડવા લાગી, પરંતુ પછી તેણે જોયું કે ગરોળી તેના કરતા વધારે ડરી ગઈ હતી.

Barbado થી સાથે આવી

Thrybergh માં રહેતી રસેલ ગત મંગળવારે બાર્બાડોસમાં રજા માણ્યા બાદ પાછી ફરી હતી અને ત્યાંથી તેની સાથે એક બિન આમંત્રિત મહેમાન આવ્યું હતું. રસેલે કહ્યું, 'ગરોળી નસીબદાર હતી કે મેં બ્રાને સૂટકેસમાં સૌથી ઉપર રાખી હતી. મેં તેનું નામ બાર્બી રાખ્યું છે અને તેને પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાને સોંપી છે.

RSPCA ની દેખરેખ હેઠળ ગરોળી

બીજા દેશમાંથી આવેલી આ ગરોળી હાલમાં RSPCA (Royal Society for the Prevention of Cruelty to Animals) ની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. RSPCA નિરીક્ષકે જણાવ્યું હતું કે યુકેમાં ગરોળી છોડવી ગેરકાયદેસર હશે, કારણ કે તે Non-Native Species છે. તેમણે કહ્યું કે ગરોળી અહીંના વાતાવરણમાં ટકી શકશે નહીં. હાલમાં, નિષ્ણાત સરિસૃપ કીપર તેની સંભાળ લઈ રહ્યા છે.

(5:28 pm IST)