Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ફેબ્રુઆરીમાં ઉત્તરપ્રદેશની સાથોસાથ ગુજરાતમાં પણ ચૂંટણીની ચર્ચાતી હવા

શું ગુજરાતમાં ચુંટણી ઢુકડી ?

કોંગ્રેસના હજુ સુધી કોઇ ઠેકાણા નથી, ''આપ'' હજુ મુખ્યમંત્રીપદે ચહેરો ગોતે છે ત્યારે ભાજપ આ બંને પક્ષોને ઉંઘતા જ રાખી માસ્ટર સ્ટ્રોફ ફટકારી અને ચુંટણીઓ જાહેર કરી દયે તો પણ નવાઇ નહિ

રાજકોટઃ ગુજરાત સરકારની આગામી નવેમ્બર-૨૦૨૨ માં મૂદત થાય છે. પરંતુ ભાજપ દ્વારા અંદરખાને આગામી ફેબ્રુઆરી-૨૦૨૨માં જ ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતની પણ ચુંટણી યોજી નાખવા તૈયારી ચાલી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ કોરોનાની બીજી લહેર દરમિયાન ઊભી થયેલી સંકટની સ્થિતિ બાદ પ્રજાનો મૂડ જાણવા માટે ભાજપે ખાનગી સર્વે કરાવ્યો હતો. જેમાં હાલની રાજકીય પરિસ્થિતિમાં વહેલી ચૂંટણી યોજવાની પણ એક વ્યૂહાત્મક ગણતરી પણ કરવામાં આવી હતી.

 ભાજપના આંતરિક સર્વે દરમિયાન એવું પણ એક મુખ્ય તારણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, આજની સ્થિતિમાં કોંગ્રેસમાં હજુ સંગઠન,સંકલન અને સક્રિયતાનો અભાવ દેખાય છે. કૉંગ્રેસ હજુ આંતરિક લડાઈમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ જો વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં સમયસર યોજવામાં આવે તો, ત્યાં સુધી આપ ગુજરાતમાં ફરી વળે અને ચોક્કસ નેતાઓ સાથે સંગઠન મજબૂત બનાવી દે તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ની સાથે આમ આદમી પાર્ટીનો પણ મુકાબલો કરવો પડે તેમ જ છે, હાલ આપનું હજુ જોઈએ એટલું વર્ચસ્વ નથી કે નથી કોઈ મોટો ચેહરો જેના સહારે ચૂંટણી લડી શકે, જો આમ આદમી પાર્ટી ને તક આપવામાં આવે તો તે ભાજપ માટે નુકશાનકર્તા બની શકે છે. 

(4:01 pm IST)