Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

હજુ દિલ્હી-NCRમાં આગામી ત્રણ દિ' સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

>નવી દિલ્હી : દિલ્હી-NCRમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દેશમાં શુક્રવાર રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને પણ એનાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
(2:13 pm IST)