Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

કોવિડ મેનેજમેન્ટ વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ પત્રકાર વિરુદ્ધ નોંધાયેલી FIR કોલકત્તા હાઇકોર્ટે રદ કરી

ટવીટરના માધ્યમથી કરેલા આક્ષેપો માટે ફોજદારી કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાનો સદંતર દુરુપયોગ છે : આંદામાન અને નિકોબાર ટાપુઓના સામાજિક કાર્યકર અને પત્રકાર ઝુબેર પી.કે ઉપર વાહિયાત આરોપો લગાવાયા હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય

કોલકાત્તા : કોલકત્તા હાઇકોર્ટે કોવિડ મેનેજમેન્ટ વિશે ટ્વીટ કરવા બદલ પત્રકાર સામે "વાહિયાત આરોપો" સાથે FIR રદ કરી છે. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો હતો કે આંદામાન અને નિકોબાર ટાપુઓના સામાજિક કાર્યકર અને પત્રકાર ઝુબેર પી.કે ખોટી માહિતી ફેલાવવા, જાહેર સેવકોનો અનાદર કરવા અને ચેપ ફેલાવવા માટે જવાબદાર છે.

ન્યાયમૂર્તિ શિવકાંત પ્રસાદે જોયું કે ટ્વીટ માટે ફોજદારી કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાનો સદંતર દુરુપયોગ સમાન છે. પત્રકારે ટ્વીટમાં કહ્યું હતું કે કોવિડ દર્દીઓ સાથે ફોન પર વાત કરવા માટે પરિવારોને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ કેમ રાખવામાં આવે છે?

જેના આધારે અરજદાર વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51 અને 54 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી જે સરકારી અધિકારીને અવરોધ પેદા કરવા અને ખોટી ચેતવણી માટે કાર્યવાહી કરવાની જોગવાઈ કરે છે.

જેના અનુસંધાને ટ્વીટ આપત્તિના સંબંધમાં કોઈ એલાર્મ અથવા ચેતવણી સાથે સંબંધિત નથી, ન તો અરજદાર દ્વારા કરવામાં આવેલ ટ્વીટ ગભરાટનું કારણ બન્યું છે તેવો રાજ્યનો કેસ નથી.તેવું જણાવી નામદાર કોર્ટે એફઆઈઆર રદ કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)