Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

તાલીબાનની વધુ એક ક્રુરતા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ભાઇને ટોર્ચર કરી મારી નાખ્યાઃ લાશને પણ દફનાવવા નથી દેતા

કાબુલઃ તાલિબાને પંજશીરની લડાઇમાં અફઘાનિસ્તાનના અપદસ્થ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના ભાઇ રોહુલ્લાહ આજીજીને મારી નાખ્યો છે. એટલું જ નહીં, તાલિબાન યોધ્ધાઓ રોહુલ્લાહની લાશને દફનાવવા પણ નથી દેતા. રોહુલ્લાહ છેલ્લા ઘણાં દિવસોથી પંજશીરમાં તાલિબાન સાથે મુકાબલો કરી રહ્યો હતો. તે નેશનલ રેજીમેન્ટ ફ્રોર્સના એક યુનિટનો કમાંડર પણ હતો. તાલિબાને દાવો કર્યો છે કે તેના યોધ્ધાઓએ પંજશીર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે.

ઇબાદૂલ્લાહ સાલેહે સમાચાર એજન્સી રોઇટર સાથે વાત કરતા પુષ્ટિ કરી છે કે તાલિબાને મારા કાકાને મારી નાખ્યા છે. તેઓ અમને લાશને દફનાવવા પણ નથી દેતા. તાલિબાનો કહી રહ્યા છે કે તેનું શરીર સડી જવું જોઇએ. તાલિબાનની સૂચના સેવા અલેમારાહના ઉદું ભાષાના હેન્ડલે કહ્યું કે રિપોર્ટો અનુસાર પંજશીરમાં લડાઇ દરમ્યાન રોહુલ્લાહ સાલેહ માર્યા ગયા છે.

દરમ્યાન અહમદ મસૂદના સમર્થક રહી ચૂકેલા માર્શલ દોસ્તમે તાઝીકીસ્તાન અને ઉઝબેકીસ્તાન સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે માંગણી કરી છે કે તેઓ આતંકવાદીઓવાળી અફધાન સરકારને માન્યતા આપવામાં ઉતાવળ ના કરે. તેમણે કહ્યું કે તાલિબાને જે કેબીનેટ બનાવી છે તેમાં દુનિયાના ઇનામી આતંકવાદીઓ સામેલ છે.

(11:47 am IST)