Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ચેતજો... બાળકોમાં કોરોના લાંબા સમય સુધી રહે છે

કોરોના અંગે વધુ એક ચિંતા : એકસપર્ટના નિવેદનથી વાલીઓની ચિંતા વધશે

એકસપર્ટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને લઈને ચિંતામાં છે. તેમને લાગે છે કે આ બાળકો માટે વધારે ખતરનાક હોઈ શકે છે અને લાંબા સમય સુધી તેની અસર જોવા મળી શકે છે.

કોરોના સાથેના અનેક સવાલો એવા છે જેનો જવાબ મળ્યો નથી. એવામાં મોટો પ્રશ્ન એ છે કે શું કોરોનાનીઅસરબાળકોમાં લાંબા સમય સુધી જોવા મળી શકે છે? એકસપર્ટનુ માનવું છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેબાળકોમાટે ખતરનાક હોઈ શકે છે. આ સાથે પેરન્ટ્સની ચિંતામાં પણ વધારો થયો છે.

કેટલાક સ્ટડીથી ખ્યાલ આવી રહ્યો છે કે કોરોના વાયરસથી સંક્રમિતબાળકોપર લાંબા સમય સુધી કોરોનાનીઅસરરહી શકે છે. બાળકોમાં પુખ્ત વયની વ્યકિત કરતાં તેના લક્ષણોથી પ્રભાવિત થવાની શકયતા ઓછી રહે છે જે સંક્રમણના એક મહિના કે તેનાથી પણ વદારે સમય સુધી રહે છે. બાળકોમાં લાંબા સમય સુધી કોરોના વાયરસના રૂપમાં જાણીતાલક્ષણોખાસ કરીને અનેક વાર જોવા મળે છે તેને લઈને અલગ અલગ અનુમાન છે.

હાલમાં કરાયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે લગભગ ૪ ટકાબાળકોઅને કિશોરોમાં સંક્રમિત હોવાની સાથે એક મહિનાથી વધારે સમય સુધી કોરોનાનાલક્ષણોજોવા મળ્યા છે. આ લક્ષણોમાં થાક લાગવો, માથુ દુઃખવું અને સૂંઘવાની ક્ષમતા જતી રહે તે શકય છે. મોટાભાગનાલક્ષણો૨ મહિના બાદ ખતમ થઈ જાય છે. ખાંસી, છાતીમાં દુઃખાવો અને બ્રેન ફોગ લાંબા સમયનાલક્ષણોછે જે કયારેક બાળકોમાં જોવા મળે છે. સામાન્ય સંક્રમણ કે કોઈ પ્રારંભિકલક્ષણોન હોવા છતાં પણ તે થઈ શકે છે.

કેટલાક સ્ટડીમાં બ્રિટનના અધ્યયનની તુલનામાં જાણવા મળ્યું કે કોરોનાના લક્ષણ હોવાની શકયતા વધારે જોવા મળે છે. પણ બાળકોમાં એડલ્ટની તુલનામાં લક્ષણો ઓછા પ્રભાવિત માનવામાં આવે છે. કેટલાક અનુમાનના અનુસાર લગભગ ૩૦ ટકા એડલ્ટમાં કોરોનાના લાંબા સમયથી લક્ષણો વિકસિત થયા છે.એકસપર્ટઆ કેસમાં કોઈ ખાસ પરિણામ મેળવી શકયા નથી કે જેના આધારે કહી શકાય કે લાંબા સમય સુધીલક્ષણોરહેવાનું કારણ શું હોઈશકે છે. આ શરૂઆતના સંક્રમણના કારણે અંગોને થતા નુકસાનને જોઈ શકાય છે કે આ શરીરમાં રહેતા વાયરસ અને સોજાનું પરિણામ હોઈ શકે છે. લોન્ગ કોવિડના કારણે અનેક લોકોને મુશ્કેલી આવી હોવાના કારણે તેની પણ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.

કોરોના વાયરસના સંક્રામક રૂપ ડેલ્ટા વેરિઅન્ટના ઝડપથી ફેલાવવાના કારણે ડોકટર્સ પણ ચિંતામાં છે. તેમનું માનવું છે કે ડેલ્ટા વેરિઅન્ટ બાળકોને વધારે પ્રભાવિત કરી શકે છે. તેનાથી બાળકોમાં અલગલક્ષણોજોવા મળી શકે છે. કોરોનાની ઝપેટમાં આવનારા બાળકોને જોતા અમેરિકી એકેડમી ઓફ પીડિયાટ્રિકસે રિકવર થયેલા બાળકોને સતત ડોકટર્સની સલાહ લેવાની અપીલ કરી છે જેથી લોન્ગ કોવિડના ખતરાને ટાળી શકાય.

(11:45 am IST)