Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

એક અલકાયદાને ખતમ કરવાની લ્હાયમાં અમેરિકાએ ઉભા કર્યા અનેક આતંકી સંગઠનો

અલકાયદા નવા નવા રૂપે એશિયા અને આફ્રીકા ખંડમાં ફેલાઇ ચુકયુ છે

નવી દિલ્હીઃ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જયોર્જ બુશે ૯/૧૧ના આતંકવાદી હુમલા પછી આતંક સામે યુધ્ધ છેડવાની જાહેરાત કરી હતી. તેમણે યુએસ કોંગ્રેસની સભાને સંબોધિત કરતા કહ્યું હતું, 'આતંકવાદ સામે આપણું યુધ્ધ અલકાયદાથી શરૂ થાય છે પણ તે ત્યાં સુધી સમાપ્ત નહીં થાય જયાં સુધી દુનિયાના દરેક આતંકવાદી ગ્રુપને શોધી, રોકી અને પરાજીત નહીં કરાય. પણ આજે ૯/૧૧ના હુમલાને ૨૦ વર્ષ થયા પછી શું અમેરિકા પોતાની કહેલી વાત પર ખરૂ ઉતર્યુ છે કે પછી તેણે એક  અલકાયદાને ખતમ કરવા માટે રણનીતિ બનાવી તેનાથી કેટલાય અન્ય અલકાયદા દુનિયાભરમાં ઉભા કરી દીધા.

અમેરિકાએ આતંકવાદ સામે જે વૈશ્વિક યુધ્ધ છેડયું હતું તેમાં પહેલો પડાવ અફઘાનિસ્તાન હતો. જયાં શરૂઆતમાં અમેરિકા કહેર બનીને તાલિબાન પર તુટી પડયું અને તેણે અફઘાનિસ્તાનમાંથી તાલીબાની સરકારને ઉખાડી નાખી. એટલું જ નહી ૯/૧૧ના માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં શોધીને મારી નાખ્યો પણ આ બધું કરવા છતા અમેરિકાના તો અલકાયદાને ખતમ કરી શકયું કે ના વિશ્વભરમાં વધી રહેલા આતંકવાદને.

છ હિંદુમાં છપાયેલા એક લેખ અનુસાર, ૯/૧૧ પહેલા અલકાયદા ફકત અફઘાનિસ્તાનમાં કેન્દ્રિત હતું પણ અમેરિકાએ તેના પર હુમલો કરીને તેને વિભાજીત કર્યુ, જયાંથી તે દુનિયાના વિભીન્ન ભાગોમાં ફેલાઇ ગયું. ઇરાક અને સીરીયામાં જયારે આઇએસપર હુમલો થયો તો તેણે પણ એવું જ કર્યુ અને પોતાને બચાવવા માટે તેણે અફઘાનિસ્તાન, લીબીયા અને નાઇજીરીયા જેવા યુધ્ધગ્રસ્ત દેશોનો સહારો લીધો. ત્યાં તેણે પોતાની નવી બ્રાંચો ખોલી. પહેલા અલકાયદા ફકત અફઘાનિસ્તાનમાં કેન્દ્રિત હતું એટલે તેના પર હુમલો કરવાનું અને ખતમ કરવાનું સહેલું હતું પણ હવે અલકાયદા નવા નવા રૂપે એશીયા અને આફ્રિકા જેવા ખંડોમાં ફેલાઇ ચૂકયું છે જેને ખતમ કરવું હવે અશકય બની ગયું છે.

(11:42 am IST)