Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સમગ્ર મહિનામાં મેઘરાજાના ઉપરાઉપરી રાઉન્ડ આવશે

ચોમાસુ વિદાયમાં વિલંબ થશેઃ બેક ટુ બેક સિસ્ટમ્સની અસર તળે દેશલેવલે સપ્ટેમ્બર માસમાં નોર્મલ વરસાદની એવરેજથી વધુ વરસાદ વરસશે : ૧૬ કે ૧૭મી સુધીમાં રાજયના અલગ- અલગ વિસ્તારમાં હળવાથી મધ્યમ- ભારે- ભારેથી અતિભારે રાઉન્ડ જોવા મળશે

રાજકોટઃ આ મહિનામાં રાજયમાં વરસાદની ઘટ પૂર્ણ થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. બેક ટુ બેક સિસ્ટમ્સ આવી રહી છે. હાલ લો પ્રેસરની સિસ્ટમ્સની અસર હેઠળ તા.૧૬, ૧૭ સપ્ટેમ્બર સુધીમાં રાજયના અલગ- અલગ વિસ્તારમાં વરસાદનો હળવાથી મધ્યમ, ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેમ વધેરની એક ખાનગી સંસ્થાએ 'અકિલા'ને જણાવ્યું છે.

હાલ લોે પ્રેશર વિસ્તાર પૂર્વ રાજસ્થાન આસપાસ છે.જે સાયકલોનિક સર્ક્યુલેશન સાથે સંકળાયેલ છે.જે મીડ ટ્રોપોસ્ફેરિક લેવલ સુધી દક્ષિણ પશ્ચિમ તરફ જુકેલું છે.ચોમાસુ ધરી તેની સામાન્ય સ્થિતિ થી દક્ષિણે તરફ છે. હજુ પણ આગામી ૨-૩ દિવસો દરમિયાન તે તેની નોર્મલ સ્થિતિથી દક્ષિણ તરફ રહેવાની શક્યતા છે.

       બીજુ અપરએર સાયકલોનિક સરકયુલેશન પૂર્વ બંગાળની ખાડી લાગુ વિસ્તાર પર દરીયાની સપાટી થી ૭.૬ કિ.મી.ની ઉંચાઇ પર સક્રીય છે.જે આગામી ૨૪ કલાક દરમિયાન મધ્ય બંગાળની ખાડી માં આવી જશે.મજબુત બનીને લાપ્રેશરમાં ફેરવાશે.બાદ ઉતરોતર મજબુત બનીને ડિપ્રેેશન માં ફેરવાય તેવી શકયતા છે.તા.૧૪ સપ્ટેમ્બર સુધીમાં મધ્યપ્રદેશ સુધી આવી શકે છે.સિસ્ટમ્સ મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.

 હાલ રાજસ્થાન પર સ્થિત સિસ્ટમ્સ અને બંગાળની ખાડીમાં ઉદભવનાર લાપ્રેસરના પ્રભાવ હેઠળ તા.૧૧ થી ૧૬ કે ૧૭ સપ્ટેમ્બર સુધીમાં ફરી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદનો હળવો મધ્યમ ભારેથી અતિભારે વરસાદનો સારો રાઉન્ડ જોવા મળશે.

  ટુકમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ છે એ ચાલુ રહેશે.વરસાદ ની માત્રા અને વિસ્તારની વધ ઘટ સાથે વરસાદ વરસશે.

જેમ દિવસો જાય તેમ વરસાદના વિસ્તાર અને માત્રા વધવામાં રહે. સંતોસકારક સારો વરસાદ પડી જશે.

ચોમાસુ વિદાયમાં વિલંબ થશે. ઉપરા ઉપરી સિસ્ટમની અસર તળે દેશ લેવલે સપ્ટેમ્બર માસની નોર્મલ એવરેજ થી વધુ રેકર્ડબ્રેક વરસાદ વરસશે.

 સિસ્ટમ્સની મજબુતાઇ બાબતે અને ટ્રેક બાબતે અલગ અલગ વેધર મોડલ માં મતમતાંન્તર  જોવા મળે છે.સિસ્ટમ્સ ટ્રેક પર રાજ્યના અલગ અલગ વિસ્તાર માં વરસાદના વિસ્તારો માં વધારો ઘટાડો થઇ શકે. છતા પણ વરસાદનો રાઉન્ડ સારો રહી શકે છે.

   આગોતરૂ એંધાણ

 બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી લો પ્રેશર બનતા રહેશે.તા.૧૭/૧૮ સપ્ટેમ્બર આસપાસ ઉપરાંત તા.૨૪/૨૫  સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શકયતા છે.જેમા એક બે દિવસ પ્લસ માઇનસ થવા સંભવ છે. તેમ વેધરની ખાનગી સંસ્થાએ અંતમાં જણાવ્યું છે.

(11:40 am IST)