Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ઇ-સિગરેટથી લેવાતુ નિકોટીન કરે છે નુકસાન

ધુમ્રપાન કરનારા સાવધાન : વધી શકે છે બ્લડ કલોટીંગ અને હાર્ટ એટેકનો ખતરો

ઈ સિગરેટથી લેવાતુ નિકોટીન તરત જ બ્લડ કલોટ થવાની ગતિને વધારી દે છે. તેમાં નાની ધમનીના ફેલાવવાની ક્ષમતા ઘટે છે.

સ્મોકિંગની લત છોડવા માટે અનેક લોકો હવે ઈ સિગરેટની તરફ આગળ વધી રહ્યા છે. તેમનું માનવું છે કે તેનાથી સ્મોકિંગની લત ઘટી શકે છે અને હેલ્થને નુકસાન થતું નથી પરંતુઈ સિગરેટએક પ્રકારનું ઈલેકટ્રોનિકનિકોટિનડિલિવરી સિસ્ટમ (ENDS) છે. તેમાં રહેલા નિકોટિનનું લિકિવડ બળતું નથી, તે વરાળની મદદથી ઉત્સર્જિત થાય છે. તેનાથી શ્વાસને અંદર લેવાની સાથેસ્મોકિંગજેવી ફિલ આવે છે. પણ જો તમે પણ આવું કરો છો તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. તમે આ મોટી બીમારીઓને અજાણતા આમંત્રિત કરી રહ્યા છો.

એક રિપોર્ટ અનુસારનિકોટિનતરત જ લોહી જામવાની સાથે બ્લડ કલોટની ગતિને ઝડપી બનાવે છે. સાથે નાની ધમનીમાં તેના ફેલાવવાની ક્ષમતા ઘટે છે. તેનાથી હાર્ટની સ્પીડ અને બ્લડ પ્રેશર વધે છે. નિકોટિનથી શરીરમાં એડ્રિનેલિન જેવા હોર્મોનનું લેવલ વધે છે અને બ્લડ કલોટિંગનોખતરોવધતો રહે છે.

એક રિસર્ચ યૂરોપિયન રેસ્પિરેટરી સોસાયટીએ કર્યો અને તેમાં કહેવાયું કે ૧૮-૪૫ વર્ષના ૨૨ પુરૂષો અને મહિલાઓનો સમાવેશ કરાયો જે કયારેકસ્મોકિંગકરતા પણ સ્વસ્થ રહેતા. પણનિકોટિનવાળી ઈ સિગરેટના યૂઝ બાદ તેમનામાં તત્કાલ શોર્ટ ટમ બદલાવ જોવા મળ્યા હતા.

લાંબા સમય સુધી આ પ્રકારના પ્રભાવથી ધમનીઓ સંકોચાય જાય છે. તેનાથીહાર્ટ એટેકઅને સ્ટ્રોકનોખતરોવધે છે, આ માટે જરૂરી છે કે ઈ સિગરેટના ખતરાથી સાવધાન અને સતર્ક રહો.

(11:01 am IST)