Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

કોરોના અંગે વધુ સંશોધન

વેજિટેરિયન ડાયટ લેતા લોકોને કોરોનાનો ખતરો ઓછો

નવી દિલ્હી તા. ૧૧ : જેમ જેમ દુનિયામાં કોરોના મહામારી આવી તેનાથી બચવાના અનેક ઉપાયો લોકો અપનાવવા લાગ્યા પરંતુ ડોકટર્સ કહે છે કે સૌથી સરળ ઉપાય છે ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવી રાખવી. આ માટે લોકોએ પોતાના ખાસ ડાયટ પર ધ્યાન આપવાની જરૂર છે. ડોકટર્સ કહે છે કે કોઈ હાઈ પ્રોટીન ડાયટ પર છે તો કોઈએ નોનવેજનો ઉપયોગ વધારી દીધો છે. શું તમે જાણો છો કે જે લોકો સંપૂર્ણ રીતે શાકાહારી છે અને ફળ અને શાક તથા અનાજ અને દાળનો ઉપયોગ કરે છે તેમને કોરોનાનો ખતરો ઓછો રહે છે.

મૈસાચુસેટ્સ જનરલ હોસ્પિટલે આ સ્ટડી કર્યો છે. શોધ કરનારાનું કહેવું છે કે ડાયાબિટિસ કે ગંભીર બીમારીથી પીડિત લોકો પર સ્ટડી કરાયો નથી. આ સ્ટડી હેલ્થ જર્નલ ગટમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શાકાહારી ભોજનથી કોરોના મહામારીને ઘટાડવામાં મદદ મળી શકે છે.

ટીમે ૫ લાખ ૯૨ હજાર ૫૭૧ લોકો પર અમેરિકા અને બ્રિટનમાં ૨૪ માર્ચ ૨૦૨૦થી ૨ ડિસેમ્બર ૨૦૨૦ સુધી સ્ટડી કર્યો. તેમાં એવા લોકો સામેલ છે જે શાકાહારી નથી અને ફળ અને શાકનો પ્રયોગ ન કરવાની સાથે દાળ અને અનાજ પણ નહીંવત ખાતા હતા. સ્ટડીમાં જાણવા મળ્યું કે ૩૧ હજાર ૮૩૧ લોકો કોરોના સંક્રમિત થયા અને જે લોકોએ પૂરતો ડાયટ લીધો તેમાં પર્યાપ્ત પોષણવાળા ખોરાક ન લીધા તેમને સંક્રમણ ૯ ટકા જેટલું રહ્યું હતું અને જે સંક્રમિત થયા તેમાં પણ રોગના ગંભીર હોવાનો ખતરો ૪૧ ટકા રહ્યો હતો.

સ્ટડી કરનારી ટીમમાં સામેલ એન્ડ્રયૂ ચાને કહ્યું કે આ સમયે અમારું ધ્યેય માસ્ક કે વેકસીનને લઈને ન હતું પણ ખાન પાનને લઈને જે સ્ટડી કરાયો છે તેના સારા પરિણામ આવ્યા છે. આ પરિણામથી જાણ થઈ રહી છે કેવેજિટેરિયનલોકોમાં કોરોનાના ઈન્ફેકશનથી બચવા માટે મજબૂત ઈમ્યૂનિટી જોવા મળી રહી છે. સ્ટડીમાં ટીમે કહ્યું કે ખાનપાનમાં સુધારો કરીને મહામારીની અસરને ઘટાડી શકાય છે.

(11:00 am IST)