Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ભાવમાં ૧૦૦ ટકાનો વધારો આવશે

તહેવારમાં ડુંગળીના ભાવ રડાવશે

મુંબઇ તા. ૧૧ : અનિશ્ચિત વરસાદના કારણે નવા પાકને આવવામાં મોડું થયું છે. જેથી આ વર્ષે તહેવારમાં ડુંગળીનાભાવતમને હેરાન કરી શકે છે. ક્રિસિલના તાજા રિપોર્ટ મુજબ ખરીફની આવકમાં મોડું અને ચક્રવાત તૌકતેના કારણે બફર સ્ટોકમાં હાજર ડુંગળીના વધારે દિવસ સુધી સુરક્ષિત રહેવાના કારણે તેની કિંમતમાં ઓકટોબર અને નવેમ્બરમાં વધારો થઈ શકે છે.

રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રમાં વાવણીમાં આવનારી સમસ્યાઓના કારણે ખરીફ ૨૦૨૧ માટે કિંમતો ૩૦ રુપિયા પ્રતિ કિલોને પાર થઈ શકે છે. જો કે આ ખરીફ ૨૦૨૦ના ઉચ્ચ આધારના કારણે વર્ષના આધાર પર થોડી ઓછી(૧-૫ ટકા) રહેશે.

રિપોર્ટ મુજબ ગત વર્ષ પણ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીની કિંમત ૨૦૧૮ કરતા બે ગણી થઈ હતી. આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ૭૫ ટકાથી વધારે ખરીફ ડુંગળીનું પ્રોડકશન થાય છે. વરસાદની અનિશ્ચિતતાના કારણે ઓકટોબરના અંત અથવા નવેમ્બરની શરુઆત સુધી બજારમાં ખરીફ ડુંગળીની આવકમાં ૨-૩ અઠવાડિયાનું મોડું થઈ શકે છે. આની કિંમતો પર અસર પડી શકે છે. ક્રિસિલના કહેવા પ્રમાણે પાક માટે સૌથી મહત્વના ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થવા છતાં તેના ઉત્પાદનમાં ૩ ટકા વધારો આવી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકમાં મોડું થવા છતાં વાવણી ક્ષેત્રનો વધારો, બફર સ્ટોક અને નિકાસ પર પ્રતિબંધથી કિંમતોમાં સામાન્ય ઘટાડાની આશા છે.

(11:00 am IST)