Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સવારે ઉતરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા : રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા : લોકોમાં ફફડાટ

ભૂકંપનું કેન્દ્ર જોશીમઠ નજીક ચમોલીથી 33 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં

દહેરાદૂન:ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં 5:58 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જોશીમઠ નજીક ચમોલીથી 33 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.

 

રાજ્યના જોશીમઠ, ચમોલી, પૌરી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી.હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણના સમાચાર સામે આવ્યા નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

(10:51 am IST)