Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

૧૫ સપ્ટેમ્બરથી સંસદ ટીવીનો પ્રારંભ

સંસદના બન્ને ગૃહોનું સાથે પ્રસારણ થશે : નરેન્દ્રભાઇ ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી,તા. ૧૧ : લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીનું સંયુકત જોડાણ કરી નવી ટીવી ચેનલ 'સંસદ ટીવી'નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૧૫ સપ્ટેમ્બર પ્રારંભ કરાવશે. તેમ જાણવા મળે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણસિંહ,અર્થશાસ્ત્રી વિવેક દેવ રોય, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાન્ત અને એડવોકેટ હેમંત બાત્રા આ નવી ચેનલ ઉપર અલગ અલગ શો યોજશે. સંસદ જ્યારે ચાલતી હશે ત્યારે આ નવી ટીવી ચેનલ ઉપર લોકસભા અને રાજ્યસભા બન્નેની કાર્યવાહી એક સાથે પ્રસારિત કરાશે. સંસદ ભવન ખાતે શ્રી નરેન્દ્રભાઇના હસ્તે નવી ચેનલના પ્રારંભ સમયે નાયબ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ઉપસ્થિત રહેશે.

સંસદ ટીવી ચેનલના સીઇઓ તરીકે નિવૃત આઇએએસ ઓફિસર અને ભૂતપૂર્વ ટેક્ષટાઇલ સચિવ રવિ કપૂર સેવા આપશે. જ્યારે લોકસભા સેક્રેટરી એટના જોઇન્ટ સેક્રેટરી મનોજ અરોરા ઓએસડીની ફરજ બજાવશે.

(10:18 am IST)