Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

અમેરિકા ઉપર આતંકી હુમલો : ૨૦ વર્ષ પૂરા : ભય યથાવત

૩૨ હજાર કરોડ રૂપિયાનું નુકશાન ગયેલ : ૨,૯૯૬ અમેરિકનોનો ભોગ લેવાયેલ : દિવસો સુધી મૃતદેહો બહાર કઢાયેલ

વોશિંગ્ટન,તા. ૧૧: અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ વિમાન દ્વારા આતંકી હુમલાને આજે ૨૦ વર્ષ પૂરા થયા આ હુમલામાં ૨,૯૯૬ લોકોના મોત થયા હતા અને ૪૦ અબજ ડોલર (૩૨ હજાર કરોડ રૂપિયા)નું નુકશાન થયું હતું. હુમલામાં ન્યુયોર્ક શહેરમાં આવે વર્લ્ડ ટ્રેડ સેન્ટ (ડબલ્યુ ટીસી) ની બે ગગનચૂંબી ઇમારતો સાથે ઓસામા બીન લાડેનના આઇએસ આતંકીઓએ હાઇજેક કરેલ વિમાનો અથડાવી બન્ને ઇમારતોનો ભૂક્કો બોલાવી દીધેલ.

આ હાદસા એટલો ભયાનક હતો કે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અમેરિકા જેવા એડવાન્સ ટેકનોલોજી ધરાવતા દેશને પણ દિવસો લાગી ગયા હતા. તેને કાટમાળમાંથી નિકળેલ સ્ટીલ ભારત પણ લાવવામાં આવેલ.

બન્ને ગગનચૂંબી બિલ્ડીંગોની કાટમાળને ફ્રેશ કિલ્સથી ઓળખાતી જગ્યા ઉપર લઇ જવાયેલ અને અનેક દિવસો સુધી મૃતદેહોની શોધખોળ થયગેલ. પોલીસ અને કૂતરાઓની મદદથી પ્રથમ દિવસે લગભગ બે ડઝન લોકોને જીવતા બહાર કઢાયેલ. પણ ત્યારબાદ એક પણ વ્યકિત જીવિત મળેલ નહિ. આ દરમિયાન ઝેરી ગેસથી અનેક લોકો વિવિધ ગંભીર બિમારીનો ભોગ બન્યા હતા. આ કાટમાળમાંથી સેંકડો મૃતદેહના લગભગ ૨૦ હજારથી વધુ કટકાઓ એકત્ર કરાયેલ.

ડીએનએની ઓળખ, સહિત વિશ્વના ઇતિહાસમાં સૌથી મોંઘી સેરેન્સિક તપાસ હાથ ધરાયેલ. બચાવ રાહત કાર્યમાં જોડાયેલ અનેક લોકો દુષિત પદાર્થના સંપર્કમાં આવી બિમાર પડી મૃત્યુ પામ્યા હતા.

આ બિલ્ડીંગોના સ્ટીલના કાટમાળને ચીન અને ભારતના ભંગાર બજારમાં વેચવામાં આવેલ શાંધાઇની કંપનીએ લગભગ ૫૦ હજારથી વધુ ટનનો કાટમાળ સવા સો ડોલરના ભાવે ખરીદી લીધેલ.

૨૦૧૧માં દસ વર્ષ પછી અહીં એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. આ ઇમારતોના કાટમાળને ૫૦ એકર જમીનમાં દાટી દેવામાં આવેલ.

અમેરિકા સહિત યુરોપીય દેશો ઉપર આજે પણ ખતરનાક આતંકી હુમલાનો ભય સતત ઝળંુબી રહ્યો છે. આ હુમલા પછી વિશ્વમાં આતંકીવાદે જબરો ભય ફેલાવી દીધો છે. તાલીબાનોના હાથમાં અફઘાન શાસન જવા સાથે આ ભય અનેક ગણો વધી ગયો છે.

(10:17 am IST)