Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

મરીશ ત્યાં સુધી ઇફતારી કયારેય નહિ કરું : પાત્રા

ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાની સાફ વાત : હિન્દુઓએ ખૂબ ઇફતારી આપી હવે મસ્જિદોમાં હોળી કે દિવાળી મિલન યોજો... : જીતવાની સંભાવનાના આધારે ભાજપ ટિકીટ આપે છે : આ દેશે સહુને પોતાના માનેલ છે : પ્રથમ મસ્જિદ હિન્દુ રાજાએ પોતાની ભૂમિ ઉપર બાંધી આપી હતી : ભાજપ પ્રવકતાની તડાફડી

નવી દિલ્હી તા. ૧૧ : ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી સંબિત પાત્રાએ ન્યુઝ-૧૮ ઇન્ડિયા ઉપરની સેકયુલારીઝમ ઉપરની ડિબેટમાં સાફ સાફ કહ્યું હતું કે, મરતા દમ સુધી હું કયારેય ઇફતારી નહિ કરૃં, તેમણે કહ્યું કે હિન્દુઓએ ખૂબ ઇફતારી આપી, હવે કયારેક કોઇ મસ્જિદમાં પણ હોળી કે દિવાળી મિલન યોજાવું જોઇએ. આ દેશે હજારો વર્ષોથી બધાને પોતાના માન્યા છે. પ્રથમ મસ્જિદ પણ એક હિન્દુ રાજાએ પોતાના શાસન હેઠળની જમીન ઉપર બનાવી હતી તેમ સંબિત પાત્રાએ જણાવેલ.

રાહુલ ગાંધીની વૈષ્ણોદેવી યાત્રા અને પોતાને કાશ્મીરી પંડિત બતાવવાના પગલે ભારે મોટો વિવાદ સાથે રાજકારણ શરૂ થઇ ગયું છે.

એક ન્યુઝ ચેનલ ઉપરની લાઇવ ડિબેટમાં સંબિત પાત્રાએ કહેલ કે, હિન્દુઓએ જેટલી ઇફતારી આપી છે, શું મસ્જિદોમાં હોળી મિલન, દિવાળી મિલન જેવા કાર્યક્રમો યોજાશે?

સંબિતજીએ સ્પષ્ટ કહેલ કે, છેલ્લા શ્વાસ સુધી કયારેય ઇફતારી કરીશ નહિ અને મારા જીવનમાં મેં કયારેય ઇફતારી કરી પણ નથી.

ન્યુઝ-૧૮ ઇન્ડિયા દ્વારા આયોજિત એક લાઇવ ડીબેટમાં એક શ્રોતાએ પ્રશ્ન પૂછેલ કે શું બિનસાંપ્રદાયિકતાની જવાબદારી એકલા મુસલમાનોની છે ? તો ભાજપના આ રાષ્ટ્રીય પ્રવકતા શ્રી સંબિત પાત્રાએ કહેલ કે, હજારો વર્ષથી આ દેશે સહુને પોતાના માનેલ છે. ચેરામન મસ્જિદ જે સહુ પ્રથમ બનેલી મસ્જિદ છે, તેને એક ઞિન્દુ રાજાએ કેરળમાં પોતાની માલિકીની જમીન ઉપર બનાવી આપી હતી.

સંબિતજીએ કહેલ કે તમે પૂછો છો કે શું સેકયુલારિઝમનો ઠેકો માત્ર મુસલમાનોએ લઇ રાખ્યો છે ? જેટલી ઇફતારી હિન્દુઓએ કરી છે, ત્યારે હું આપને પૂછું છું કે, એક દિવસ આપ આપની મસ્જિદમાં દિવાળી મિલન, હોળી મિલન, દુર્ગાજીની પૂજા તો રખાવો. પછી અમને પ્રશ્ન પૂછજો.

આપે પૂછયું કે, મેં કયારેય ઇફતારી આપી છે ? મેં કયારેય ઇફતારી નથી કરી અને જીવનભર, મરતા સુધી હું ઇફતારી નહિ કરૃં. મારે દેખાડો કરવાની જરૂર નથી.

તેમણે ચૂંટણીમાં મુસ્લિમોને ટિકીટ આપવા બાબતે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કહેલ કે ભાજપ ટિકીટ જીતવાની શકયતાના આધારે આપે છે પરંતુ ભાજપ કયારેય કોઇ મુખ્તાર અંસારી કે અતીક અહેમદને ટિકીટ આપશે નહિ. ત્યારે દર્શકે પૂછેલ કે કુલદિપસિંહ સેંગરને ટિકીટ આપી દેશો. તો પાત્રાએ કહ્યું કે, તમને તો પ્રત્યેક હિન્દુ બેકાર લાગે છે.

(10:16 am IST)