Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

તાલિબાનના શાસન બાદ વિશ્વમાં અલકાયદા સ્ટાઇલ 9/11 જેવા આતંકી હુમલાઓ વધી શકે છે : યુકેના જાસૂસી વડાની ચેતવણી

આતંકવાદી ખતરાઓ રાતો-રાત ક્યારેય બદલાતા નથી. ટ્રેનિંગ કેમ્પ અને તેમના માટે ઈન્ફાસ્ટ્રક્ચર ઉભો કરવામાં સંપૂર્ણ સમય લાગે

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યા પછી દુનિયા પર ફરીથી મોટા આતંકી હુમલાઓનો ખતરો મંડરાઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, 20 વર્ષ પછી અફઘાનિસ્તાન આતંકીઓનો મજબૂત ગઢ બની શકે છે. આ કડીમાં હવે યૂકેના જાસૂસી વડાનું નિવેદન સામે આવ્યું છે. તેમના અનુસાર પશ્ચિમી દેશોમમાં તાલિબાનના આવ્યા પછી અલકાયદા સ્ટાઇલ આતંકી હુમલો એટલે 9/11 જેવા હુમલાઓ વધી શકે છે

MI5ના ડાયરેક્ટર જનરલ કૈન મેકલમે કહ્યું કે, તાલિબાનના આવ્યા પછી યૂકેને સૌથી વધારે ખતરો થઈ શકે છે કેમ કે હવે NATOની સેના પણ અફઘાનિસ્તાનથી જઈ ચૂકી છે અને ત્યાં કોઈપણ લોકશાહી સરકાર પણ નથી. તેમને જોર આપીને કહ્યું છે કે, આતંકવાદી ખતરાઓ રાતો-રાત ક્યારેય બદલાતા નથી. ટ્રેનિંગ કેમ્પ અને તેમના માટે ઈન્ફાસ્ટ્રક્ચર ઉભો કરવામાં સંપૂર્ણ સમય લાગે છે.

કેન મેકલમ અનુસાર પાછલા 10 વર્ષોમાં અનેક અવસર પર યૂકેમાં એવા આતંકી હુમલાઓ થતાં જોવા મળ્યા છે, જ્યાં આતંકી કોઈને કોઈ વિચારધારાથી પ્રેરિત થતાં હોય છે. એવામાં તેમની માનીએ તો સાવધાન રાખવાની જરૂરત છે કેમ કે, એક વખત ફરીથી અલકાયદા સ્ટાઈલના આતંકી હુમલાઓ થતાં જોવા મળી રહ્યાં છે. જાણકારી અનુસાર જણાવી દઈએ કે, વર્ષ 2005માં બ્રિટનમાં સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. ત્યારે ટ્રેન અને બસમાં કુલ 52 લોકોને સુસાઈડ બોમ્બર દ્વારા મારી દેવામાં આવ્યા હતા.

(12:00 am IST)