Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

પીએમ મોદીએ કોરોનાને લઈને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક : કોરોના મહામારી અને વેક્સિનેશન મામલે ચર્ચા

પીએમને આગામી દિવસોની તૈયારીઓથી પણ માહિતગાર કરાયા : ગૃહ મંત્રાલય રાજ્યો માટે નવી માર્ગદર્શિકા જારી કરી શકે

નવી દિલ્હી :  વડાપ્રધાન મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોવિડ -19ની (COVID-19) સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. સરકારી સૂત્રો દ્વારા આ માહિતી મળી હતી. આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે એક દિવસ પહેલા જ કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું હતું કે ભારતમાં કોરોનાની બીજી લહેર હજુ ચાલી રહી છે અને તે સમાપ્ત થઈ નથી.

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર પીએમ મોદીને અધિકારીઓએ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. આ સિવાય પીએમને આગામી દિવસોની તૈયારીઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, પીએમએ દેશમાં રસીકરણનો પ્રગતિ અહેવાલ પણ જોયો. તેમજ તેને હાઇ સ્પીડ પર ચાલુ રાખવા સૂચના આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં ઘણા તહેવારો હશે, તેથી એવી અપેક્ષા છે કે ગૃહ મંત્રાલય રાજ્યો માટે નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે.

તેમણે કહ્યું હતું કે દેશના 35 જિલ્લાઓમાં, સાપ્તાહિક કોવિડ સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે, જ્યારે 30 જિલ્લાઓમાં આ દર 5થી 10 ટકાની વચ્ચે છે. સરકારે ગુરુવારે કહ્યું કે દેશની 58 ટકા પુખ્ત વસ્તીને કોવિડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 18 ટકા વસ્તીને બંને ડોઝ અપાઈ ચુક્યા છે. આ સાથે સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 72 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

(12:00 am IST)