Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

હવે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીની કોરોના રિપોર્ટ પોઝીટીવ

તેમણે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી

નવી દિલ્હી : કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે  તેમણે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી છે. અંગડીએ ટ્વીટ કરીને કહ્યું કે, "આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હું સ્વસ્થ છું. ડૉક્ટરની સલાહ લીધી છે. છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓ પોતાના સ્વાસ્થ્યની દેખભાળ રાખે અને કોઈ લક્ષણ દેખાઈ તો ટેસ્ટ કરાવે."

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના પોઝિટિવ થયેલા મોદી સરકારનાં દિગ્ગજ પ્રધાનોમાં અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિહં શેખાવત અને શ્રીપદ નાઈક સહિતનો સમાવેશ થાય છે.

 

(12:14 am IST)