Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ચીને જમીન ઉપર કબજો કર્યો, તેને પણ એક્ટ ઓફ ગોડ કહેશો

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પ્રહાર : ચીને આપણી જમીન પર કબજો કરી લીધો અને સરકારની તેને પાછી મેળવવા માટે શું તૈયારીઓ રહી : પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા.૧૧ : ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ચાલી રહેલા તણાવ વચ્ચે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો છે અને સરકાર તેને પાછી મેળવવા માટે શું તૈયારીઓ રહી રહી છે? હાલમાં દેશની ઈકોનોમીમાં થયેલા મોટા ઘટાડા પર દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના કારણભૂત હોવાનું દર્શાવતા તેને 'એક્ટ ઓફ ગોડ' જણાવ્યું હતું. હવે વાતથી સરકારને ટોણો મારતા રાહુલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'ચીનીઓએ આપણી જમીન લઈ લીધી છે. ભારત સરકાર તેને પાછી લેવા માટે ક્યારે પ્લાન બનાવશે? અથવા તેને પણ એક્ટ ઓફ ગોડ બતાવીને છોડવામાં આવી રહી છે.' જણાવી દઈએ કે રાહુલ ચીનની ઘુસણખોરી મુદ્દે કેન્દ્રની મોદી સરકારને સતત ઘેરી રહ્યા છે. જાણકરી મુજબ, કોંગ્રેસ કાર્યસમિતીની બેઠતમાં સંસદના મોનસૂન સત્રમાં મુદ્દાને જોર-શોરથી ઉઠાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

            પાર્ટી મુદ્દા પર સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેરવાની યોજના બનાવી ચૂકી છે. જણાવી દઈએ કે ચીન અને ભારત વચ્ચે ન્છઝ્ર પર પૂર્વી લદાખમાં છેલ્લા મહિનાઓથી જબરજસ્ત તણાવ જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાએ પૈંગોંગ શો લેકના દક્ષિણ કિનારે ઘણી ટોચ પર કબ્જો કરીને પીએલએના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ફેંકી દીધા હતા. એવી પણ રિપોર્ટ્સ છે કે સેનાએ બુધવારે ઉત્તરી પૈંગોંગ લેકના ફીંગર પર પણ પોતાનો કબજો કરી લીધો છે.

            ઉલ્લેખનીય છે કે ચીન સાથેની તકરાર લદાખમાં ભારતીય સેના સાથે થયેલી અથડામણ બાદથી ચાલી રહી છે. સંઘર્ષમાં ભારતના ૨૦ જેટલા જવાનો શહીદ થયા હતા. જ્યારે ચીનના પણ ઘણા જવાનો માર્યા ગયા થયા હતા. ચીનની પીએલએ સેના દ્વારા કરાયેલા હરકત બાદ ભારતની સરકારે દેશમાં બિઝનેસ કરી રહેલી ચીનની ટીકટોક સહિતની એપ્લિકેશનો પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.

(7:43 pm IST)