Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સુપ્રીમ કોર્ટે નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સીટી બેંગલોરને અલગ NLAT પ્રવેશ પરીક્ષા લેવાની મંજૂરી આપી : પરિણામ કોર્ટ કેસના આખરી ચુકાદાને આધીન રહેશે

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સીટી (NLSIU)   બેંગ્લોરને અલગ નેશનલ લો એપ્ટિટ્યુડ ટેસ્ટ ( NLAT ) 2020 પ્રવેશ પરીક્ષા  લેવા માટે મંજૂરી આપી છે.તથા જણાવ્યું છે કે તમે આ પરીક્ષા લેવાની તૈયારી કરી લીધી છે.અને સ્ટુડન્ટ્સ પણ પરીક્ષા આપવા તૈયાર છે.તો પરીક્ષા લઇ શકો છો.પરંતુ પરિણામ કોર્ટના ચુકાદાને આધીન રહેશે .
ઉલ્લેખનીય છે કે કોવિદ -19 ને કારણે  કોમન લો એડમિશન ટેસ્ટ ( CLAT )  2020 લેવામાં આ વર્ષે વિલંબ થયો છે.તેથી NLSIU એ પોતાના અભ્યાસક્રમનું  શેડ્યુલ ખોરવાઈ ન જાય તેવા હેતુથી આ વર્ષે સ્વતંત્રપણે અલગ  નેશનલ લો એપ્ટિટ્યુડ ટેસ્ટ ( NLAT ) નું આયોજન કર્યું છે.
પરંતુ અલગ પ્રવેશ પરીક્ષા લેવાનું પગલું કોન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સીટી ના કાયદાથી વિરુદ્ધ છે.અને NLSIU તેની સાથે જોડાયેલ યુનિવર્સીટી છે.તેથી તે કોન્સોર્ટિયમથી અલગ પરીક્ષા લઇ શકે નહીં .તેવી દલીલ સીનીઅર એડવોકેટ નિધેષ ગુપ્તાએ કરી હતી.જેના અનુસંધાને NLSIU  ના એડવોકેટે દલીલ કરતા જણાવ્યું હતું કે કોંસોટોરિયમ દ્વારા નક્કી કરાય ત્યાં સુધી પરીક્ષા લેવામાં વિલંબ થાય તો યુનિવર્સીટીને 16 કરોડ રૂપિયાનું નુકશાન થાય તેમ છે.અમારું અભ્યાસક્ર્મનું ટાઈમટેબલ નિયત કરેલું છે.તે ખોરવાઈ જઈ શકે છે.તેમજ કોંસોટોરિયમ દ્વારા પરીક્ષા લેવાની તારીખ ત્રણ વખત પછી ઠેલવામાં આવી છે.આથી 120 યુ.જી.સ્ટુડન્ટ્સ અને બાકીના પી.જી.સ્ટુડન્ટ્સના અભ્યાસને પણ નુકશાન થાય તેમ છે.ઉપરાંત CLAT થી અલગ પ્રવેશ પરીક્ષા લેવાનું પગલું ફક્ત આ વર્ષ પૂરતું જ ઉપરોક્ત કારણોસર લેવાયું છે. જે માટે CLAT માં રજીસ્ટ્રેશન કરાવનાર સ્ટુડન્ટ્સના ત્રીજા ભાગના સ્ટુડન્ટ્સે અલગ પરીક્ષા આપવા રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. તેથી  નામદાર કોર્ટ અમારી વિનંતી માન્ય રાખે તેવું જણાવ્યું હતું.જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટની ખંડપીઠે અલગ પરીક્ષા લેવા સંમતિ આપી હતી અને પરિણામ કોર્ટના ચુકાદાને આધીન રહેશે તેમ જણાવ્યું હતું તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:03 pm IST)