Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોના મહામારી વચ્ચે શનિવારથી શરૂ થઈ રહી છે 80 ટ્રેન : 40 અપ-ડાઉન અને દિલ્હી ને જોડતી 12 ટ્રેન થશે શરૂ

યાત્રીઓએ ચુસ્તપણે સરકારી ગાઇડલાઇનનું પાલન કરવું પડશે : કન્ફર્મ ટિકિટ વિના સ્ટેશનો પર કોઇને પ્રવેશ નહીં અપાય

નવી દિલ્હીઃકોરોના મહામારી વચ્ચે અનલોક-4માં Indian Railway 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેનો શરુ કરવા જઇ રહી છે. તેના રિઝર્વેશનની પ્રક્રિયા 10 સપ્ટેમ્બરથી શરુ થઇ જ ગઇ છે. રેલવેએ તેના માટે ગાઇડલાઇન પણ તૈયાર કરી છે.

રેલવેના સૂત્રો તરફથી જાણવા મુજબ આ નવી 80 ટ્રેનો સંપૂર્ણપણે રિઝર્વ્ડ હશે. તેમજ તેમાં કન્ફર્મ ટિકિટ વિના યાત્રા કરી શકાશે નહીં. તેથી મુસ્ફરોએ પહેલેથી જ કનફર્મ ટિકિટ મેળવવી જ પડશે.

ક્યા નિયમોનું પાલન કરવું પડશે?

* સ્ટેશન પર માત્ર કન્ફર્મ ટિકિટથી એન્ટ્રી મળશે.
* યાત્રાના 90 મિનિટ પહેલાં સ્ટેશને પહોંચવું પડશે.
* થર્મલ સ્ક્રિનિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
* તમામ મુસાફરોએ ફોનમાં આરોગ્ય સેતુએપ ડાઉનલોડ કરવી પડશે
યાત્રા દરમિયાન રેલવે તરફથી ધાબળુ, ચાદર, પડદા નહીં અપાય.

* ટ્રેનમાં ચઢતા-ઉતરતા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરુરી રહેશે.
* કોરોના સંક્રમિત યાત્રીઓને ટ્રેનમાં ચઢવાની મૂંજૂરી મળશે નહીં.
ટ્રેનમાં ચઢતા અને યાત્રા દરમિયાન માસ્કર પહેરવું ફરજિયાત રહેશે.

40 જોડી ટ્રેનમાં 12ની દિલ્હીથી અવર-જવર

80 (40 જોડી અપ-ડાઉન)) નવી ટ્રેનોમાંથઈ 12 જોડી એવી ટ્રેન હશે. જે દિલ્હીથી અલગ-અલગ સ્થાનની છે. 4 જોડી વાયા દિલ્હી હશે. મતલબ કે 80માંથી 32 ટ્રેનોમાં યાત્રી દિલ્હીથી મુસાફરી શુરુ કરી અથવા તો ખતમ કરી શકશે. જ્યારે ઉત્તર રેલવેની વાચ કરીએ તો 23 જોડી ટ્રેન ઉત્તર રેલવે હેઠળની હશે. ઉપરાંત વંદે ભારત ટ્રેન પણ દિલ્હીથી વારાણસી વચ્ચે દોડશે.

ક્લોનટ્રેન અંગે કોઇ સ્પષ્ટતા નહીં

રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવ (Indian Railway Board Chairman VK Yadav)5સપ્ટેમ્બરે નવી 80 ટ્રેનોની સાથે કેટલીક ક્લોન ટ્રેનો વિષે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,

80 ટ્રેનો પહેલાંથી ચાલી રહેલી 230 ટ્રેનો ઉપરાંત ચલાવવામાં આવશે. જ્યાં પણ ટ્રેનોની માગ હશે કે લાંબુ વેઇટિંગ લિસ્ટ હશે ત્યાં ક્લોન ટ્રેનો દોડાવવામાં આવશે.પરંતુ હજુ તેના અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

આટલૂ સુવિધાથી વંચિત રહેવું પડશે

કોરોના મહામારી બાદ સામાન્ય સ્થિતિ થઇ જશે તો પણ ભારતીય રેલવે એસી કોચમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓને ઓશિકા, ધાબડા, ચાદર ટુવાલ અને અન્ય લિનેનની વસ્તુઓ આપશે નહીં. રેલવે સામાન્ય પેસેન્જર ટ્રેન સેવા ફરી શરુ કર્યા બાદ આ વસ્તુઓ નહીં આપવાની યોજના બનાવી રહી છે. જો કે અત્યાર સુધી આ અંગે કોઇ ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો નથી.

(6:15 pm IST)