Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોનાકાળમાં મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી 15 ઉમેદવારોની પ્રથમ યાદી

વિધાનસભાની પેટાચૂંટણી માટે બંને પક્ષો અને અપક્ષોએ તૈયારી આદરી

મધ્ય પ્રદેશમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, 21 ઓગસ્ટના રોજ ચૂંટણી પંચે કોરોનાકાળમાં દેશમાં ચૂંટણી કરાવાને લઈ દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં કહેવાયુ છે કે, ઉમેદવારે નામાંકન પત્ર, શપથ પત્ર અને ઉમેદવારને લઈ સિક્યોરિટી મની ઓનલાઈન જ જમા કરાવાની રહેશે.

ચૂંટણીના કામમાં તમામ લોકોને માસ્ક લગાવવાનું રહેશે. ચૂંટણી સાથે જોડાયેલા હોલ, રૂમ અથવા પરિસરમાં પ્રવેશ દરમિયાન થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. તો વળી સેનિટાઈઝર, સાબૂ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તથા આ જગ્યાઓ પર સામાજિક અંતર પણ જાળવવાનું રહેશે. ઘરે ઘરે જઈને પાંચ લોકોને સંપર્ક કરવાની અનુમતી આપવામાં આવશે

 

વિધાનસભાની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ પણ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. ભાજપ પોતાની સત્તા સંભાળી રાખવા માટે સતત પ્રયાસરત છે. તો વળી કોંગ્રેસ પણ સત્તામાં ફરી એક વાર વાપસી કરવા માટે કમર કસી રહી છે.

 

અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપ છેલ્લા કેટલાય દિવસોથી ચંબલ અને ગ્વાલિયરમાં ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ વિસ્તાર પર કબ્જો જમાવવા મથી રહ્યા છે.

(5:45 pm IST)