Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ફ્રાન્સમાં ફરી કોરોનાએ કહેર વર્તાવ્યો : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 10 હજારથી વધુ કેસ નોંધાયા

હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યામાં ઉછાળો : 19 લોકોના મોત

નવી દિલ્હી : ફ્રાન્સમાં ફરી કોરોનાએ ફૂફાડો અમરયો છે એક જ દિવસમાં કોરોનાના 10 હજારથી વધુ કેસો નોંધાયા છે. મહામારીની શરૂઆત પછી એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસો છે. દેશમાં કુલ કેસોની સંખ્યા 3,53,944 એ પહોંચી છે.

હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા 352 થી વધીને 5096 થઇ ગઇ છે. જયારે 615ની હાલત ગંભીર છે. દેશમાં 24 કલાક દરમિયાન 19 લોકોના મોત નિપજયા હતા. જેનાથી કુલ મૃતકોની સંખ્યા 30813 થઇ હતી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોને જણાવ્યું કે રક્ષા પરિષદમાં નવા ઉપાયોની જાહેરાત કરવામાં આવશે. ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ આશંકા વ્યકત કરી છે કે કોરોનાનો બીજો તબકકો ઠંડીમાં અને ઉનાળાના વેકેશન દરમિયાન આવી શકે છે. અધિકારીઓને સંભવિત અનુમાન લગાવીને દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા ક્ષેત્રોમાં સંક્રમણ અટકાવવાની યોજના તૈયાર કરવાનું જણાવ્યું છે. મહામારીને ધ્યાને લઇને જરૂર જણાય તો લોકડાઉન પર વિચાર કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

(5:40 pm IST)