Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કંગના હિમાચલની પુત્રી : જરૂર પડ્યે શિમલામાં પ્રિયંકાગાંધીનુ ઘર તોડી પાડીશું: ભાજપ મહિલા નેતાની ધમકી

મહિલા મોરચાના પ્રમુખના નિવેદન સામે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અસંમતિ વ્યક્ત કરી

સિમલા : બૉલીવુડ અભિનેત્રી કંગનાની ઓફિસ તોડવાના જવાબમાં હવે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા પાસે આવેલુ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનુ ઘર નિશાના પર આવ્યુ છે.રાજ્યના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રાશિમ સૂદે ધમકી આપી છે કે, જરુર પડી તો અમે કોંગ્રેસની પુત્રી પ્રિયંકા ગાંધીના ઘરને પણ નહીં છોડીએ.અમે વાયદો કરીએ છે કે, તેમનુ ઘર પણ તોડી પાડીશું.

 કંગના મૂળે હિમાચલ પ્રદેશની છે અને મુંબઈમાંતેનુ ઘર તોડી પાડવામાં આવ્યા બાદ અહીંના લોકોમાં શિવસેના સામે ખાસો રોષ છે.ભાજપના મહિલા મોરચાએ તેની વિરુધ્ધમાં દેખાવો પણ કર્યા હતા.

  જોકે મહિલા મોરચાના પ્રમુખે આપેલા નિવેદન સાથે હિમાચલના સીએમ જયરામ ઠાકુરે અસંમતિ વ્યક્ત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, કંગના સાથે જે પણ થયુ છે તેની અમે ટીકા કરીએ છે પણ મહિલા મોરચાના બયાન સાથે હું સંમત નથી.

(5:37 pm IST)