Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઓગસ્ટમાં ખાદ્યતેલોની આયાત 14% ઘટીને 13.70 લાખ ટન થઇ

સોયાબીન, સનફ્લાવર અને રેપસીડ તેલની આયાત આયાત વધી

મુંબઇઃ દેશમાં માંગમાં ઘટાડો અને સ્થાનિક માલની સપ્લાય વધતા ખાદ્યતેલોની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA)ના આંકડા મુજબ ઓગસ્ટ મહિનામાં દેશમાં ખાદ્યતેલોની કુલ આયાત વાર્ષિક તુલનાએ 14 ટકા ઘટીને આયાત 13,70,457 ટને પહોંચી ગઇ જે ઓગસ્ટ 2019માં 1586514 ટન નોંધાઇ હતી. આ આયાતમાં ખાદ્યતેલ 1308405 ટન અને અખાદ્ય તેલની આયાત 62052 ટન રહી છે. આમ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન આ ખાદ્યતેલોની આયાતમાં 13 ટકાનો ઘટાડો આવ્યો છે.

SEA આંકડા મુજબ વેજીટેબલ તેલોની આયાત ચાલુ તેલ વર્ષમાં નવેમ્બર 2019થી ઓગસ્ટ 2020 સુધી ખાદ્ય તેલોની કુલ આયાત 11195890 ટન (12867486 ટન) રહી છે જે 13 ટકાનો ઘટાડો દર્શાવે છે. પામતેલની આયાત નવેમ્બર 2019થી ઓગસ્ટ 2020 દરમિયાન 5796953 ટન નોંધાઇ જે પાછલા વર્ષે સમાન સમયમાં 7750733 ટન હતી. બીજી બાજુ સોફ્ટ ઓઇલ એટલે કે યા સોયાબીન, સનફ્લાવર અને રેપસીડ તેલની આયાત સ્થાનિક માંગ વધવાથી 4576305 ટનની તુલનામાં 5109306 ટને પહોંચી ગઇ. પામતેલ તેમજ સોફ્ટ તેલનો રેશિયો 53:47 રહ્યો જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 63:37 હતો.

(5:36 pm IST)