Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગાડું પાટે ચડતું નથી : અનલોકમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગમાં ઘટાડો : વપરાશ ઓછો

ઓગસ્ટમાં પાછલા મહિનાની તુલનાએ માંગમાં 7.5 ટકાનો ઘટાડો:ગયા વર્ષની તુલનાએ 16 ટકા ઓછી

કોરોનાને કારણે લાગેલા લોકડાઉનના કારણે લોકોનું ઘરની બહાર નીકળવાનું તો જાણે બંધ જ થઈ ગયુ હતું. પરંતુ લોકડાઉન ખુલ્યા પછી પણ લોકો ઘરની બહાર કામ વગર નીકળવાનું ટાળી રહ્યા છે. જેનો અંદાજો પેટ્રોલ-ડિઝલની માંગમાં આવેલા ઘટાડા પરથી લગાવી શકાય છે. ઓગસ્ટ મહિનામાં દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં અનલોક જાહેર કરી દેવાયુ હતુ. છતાં સરકારી આંકડાઓ મુજબ ઓગસ્ટમાં પાછલા મહિનાની તુલનાએ પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગમાં 7.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ગયા વર્ષની તુલનાએ 16 ટકા ઘટાડો નોંધાયો હતો.

આપણે વર્ષના મધ્ય ભાગમાં પહોંચી ગયા છે. લોકોનું જીવન ધીરે ધીરે સામાન્ય બની રહ્યુ છે. પરંતુ ઈંધણની માંગ ઘટી રહી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં 48.6 ટકાનો ઘટાડો થયો છે. લોકડાઉનનાં નિયમોમાં સુધારા કરીને અમુક જગ્યાઓએ છૂટછાટ મળ્યા બાદ ઈંધણોની માંગ વધી હતી. પરંતુ જુલાઈ મહિનાથી તેની માંગમા ઘટાડો જોવા મળ્યો હતો.

દેશમાં ડિઝલનીનું વેચાણ ઓગસ્ટમાં 12 ટકા ઘટીને 48.4 લાખ ટન થઈ ગઈ હતી, જે જુલાઈમાં 55.1 લાખ ટન હતી. જ્યારે વાર્ષિક રીતે જોતા ડીઝલના વેચાણમાં ગયા વર્ષ કરતા 20.7 ટકાનો ઘટાડો થયો છે. પેટ્રોલનું વાર્ષિક વેચાણ 7.4 ટકા ઘટીને 23.8 લાખ ટન થયુ છે.

(5:35 pm IST)