Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ડિમોલેશન કાર્યવાહી બાદ કંગના રનૌત મુંબઇના પાલી હિલ સ્‍થિત ઓફિસે પહોંચતા ચારેકોર કાટમાળ જોઇને દુઃખી થઇ ગઇ

મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત આજે પોતાની પાલી હિલ સ્થિત ઓફિસ પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ઓફિસમાં ચારેતરફ કાટમાળ પડ્યો હતો જેને જોઈને કંગના દુખી થઈ હતી. કંગનાના સપનાની ઓફિસને બીએમસીએ બુલડોઝર ફેરવીને કાટમાળમાં ફેરવી દીધી છે.

મહત્વનું છે કે બુધવારે બીએમસીએ ગેરકાયદેસર બાંધકામનો હવાલો આપતા કંગનાની ઓફિસમાં તોડફોડની કામગીરી કરી હતી.

તો તોડફોડની કાર્યવાહીને BMCએ યોગ્ય ઠેરવતા કોર્ટમાં એફિડેવિડ દાખલ કરી છે. BMCએ કોર્ટને જણાવ્યું કે, ગેયકાયરેસર નિર્માણ કાર્ય પર તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. કંગનાએ ઓફિસમાં પહેલાથી ચાલી રહેલા કામમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કર્યાં જે ખોટા છે. તેથી આ તોડી પાડવાની કાર્યવાહી યોગ્ય છે.

બીએમસીએ કહ્યું કે, કંગનાએ 'કનડગત' અને 'ગેરસમજ'ના ખોટા  પાયાવગરના આરોપ લગાવ્યા છે. તેને બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ પ્રકારના ખોટા કામ માટે સુરક્ષાની મંજૂરી ન આપવી જોઈએ.

મહત્વનું છે કે બુધવારે બીએમસી દ્વારા ઓફિસમાં તોડફોડની કાર્યવાહી બાદ કંગનાએ તેની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજી પર સુનાવણી બાદ કોર્ટે કાર્યવાહી રોકવાના આદેશ આપ્યો હતો. આ મામલે વધુ સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી છે.

(4:27 pm IST)