Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મંગળ વક્રી બનતા આગામી દસ દિવસ વિશ્વ માટે ભારે

જયપુરના જયોતીષ સંસ્થાનના જયોતીષાચાર્યની આગાહી

જયપુરઃ આજથી મંગળ વક્રી થઇ રહયો છે મંગળને સાહસ, બળ, ક્રોધ હિંસા અને કરજનો કારક માનવામાં આવે છે. મંગળ અત્યારે પોતાની રાશી મેષમાં સ્થિત છે. આજથી મંગળ વક્રી થઇ રહયા છે. મેષ રાશીમાં મંગળ ૬૬ દિવસ વક્રી રહેશે અને વક્રી અવસ્થામાં જ મીન રાશીમાં પ્રવેશ કરશે. તારીખ ૧૦,૧૧,૧૨,૧૩,૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ સૌથી ખરાબ છે.

પાલ બાલાજી જયોતીષ સંસ્થાન જયપુરના ડાયરેકટર અને જયોતિષાચાર્ય અનીષ વ્યાસે જણાવ્યું કે મંગળ યુધ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન કરશે અને આવનારા ૧૦ દિવસોમાં કોઇને કોઇ એવી સ્થિતિ ઉભી થશે જે વિશ્વ શાંતિ માટે જોખમીરૂપ હોય મંગળ અત્યારે અશ્વીની નક્ષત્રમાં છે અને અશ્વીની નક્ષત્રની જો વાત કરીએ તો તે સૌથી વધારે ભ્રમણ કરતુ નક્ષત્ર છે. મેષચર રાશી છે અને તે મુવ થતી રહે છે. કોઇ પણ કાગળ અથવા ડોકયુમેન્ટસ બુધ હોય છે અને અત્યારે બુધ પુરેપુરો શત્રુભાવમાં છે. જો કોઇ કાગળો પર કામ થશે તો જોખમ વધારે છે કેમકે ડોકયુમેન્ટસ સાઇન થશે તો એકશન જરૂર લેવાશે.

ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, સિંગાપુર, ભુટાન, બર્મા, શ્રીલંકા, સ્પેન, ઇરાક, ઇરાન, તુર્કી, થાઇલેન્ડ, ફીલીપાઇન્સ, જાપાન, અમેરીકા, ફ્રાંસ, ઇટલી અને રશીયા પર મંગળ ભારે છે. એક કારણ એ પણ છે કે મંગળ એટલી ભુમીગત અનુસંધાન માઇનીંગ તેલના કુવા, ભુમીગત ગેસ પાઇપ લાઇન, ભુકંપ, સમુદ્રી હલચલ વગેરે પણ અસરકર્તા છે.

આ ગોચર ગ્રહ કંઇ પહેલી વાર ખરાબ નથી થઇ રહયા આ પહેલા પણ આવા ખતરનાક ગોચર થઇ ચુકયા છે. દેશકાળ અનુસાર, જયોતીષ એક સંકેત આપે છે અને ફળનો અંદાજ આપે છે. એટલે આ દેશોમાં કંઇક તો ખરાબ થશે જ એ અટલ સત્ય છે. સાથે જ જયોતીષનું એક બેઝીક અને સારૂ તથ્ય એ છે કે વક્રી ગ્રહ બળવાન હોય છે. તર્ક એ છે કે તે વક્રી થઇને જે રાશીમાં જાય અને જે રાશીમાંથી જાય તે બન્ને રાશીનું તેને બળ મળે છે.

અનીષ વ્યાસે જણાવ્યું કે અમૃત સંજીવની માલીક શુક્ર પૃથ્વીની સાથે છે. આના લીધે આના લીધે જયાં વસ્તી ન હોય તેવા સ્થળોએ ઘટનાઓ બનવાની શકયતાઓ વધારે છે. શુક્ર કર્ક રાશીમાં છે. કર્ક, તુલા અને મીન આ ત્રણ રાશીઓ બધી ૧૨ રાશીઓમાં સૌથી શુભ છે. આજ પ્રકારે ગુરૂ, શુક્ર અને બુધને ૯ ગ્રહોમાં સૌથી શુભ માનવામાં આવે છે. એટલે શુભ રાશીમાં શુભ ગ્રહ છે એટલે તે બચાવી લેશે.

(4:00 pm IST)