Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના

ગ્રામીણ વિસ્તારોમાં Sero પોઝિટિવિટી દર સૌથી વધુ ૬૯.૪ ટકા હતો જયારે શહેરના ઝૂપડાંઓમાં આ દર ૧૫.૯ ટકા અને શહેરના ઝૂપડપટ્ટી વગરના વિસ્તારોમાં ૧૪.૬ ટકા દર નોંધાયો છે

નવી દિલ્હી, તા.૧૧: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી કરાયેલા દેશવ્યાપી Sero સર્વેના પરિણામો ચોંકાવનારા છે. જે જણાવે છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણથી ૬૯.૪% લોકો સંક્રમિત થયા છે.

સર્વેના પરિણામ જણાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં Sero પોઝિટિવિટી દર સૌથી વધુ ૬૯.૪ ટકા હતો જયારે શહેરના ઝૂપડાંઓમાં આ દર ૧૫.૯ ટકા અને શહેરના ઝૂપડપટ્ટી વગરના વિસ્તારોમાં ૧૪.૬ ટકા દર નોંધાયો છે.

આ સર્વેક્ષણ ૧૧ મેથી ૪ જૂન સુધીમાં કરાયો હતો. જેમાં દેશના ૨૧ રાજયોના ૭૦ જિલ્લાઓના ૭૦૦ ગામ અને વોર્ડ સામેલ હતાં. આ સર્વેમાં જાણવા મળ્યું કે ૧૮-૪૫ વર્ષના (૪૩.૩) આયુ વર્ગમાં લ્ફૂશ્વં પોઝિટિવિટી દર સૌથી વધુ હતો. ત્યારબાદ ૪૬-૬૦ વર્ષ (૩૯.૫) અને ૬૦થી ઉપરના આયુષ્યવાળા લોકોમાં સૌથી ઓછો સિરો પોઝિટિવિટી છે.

દેશમાં વધતા કોરોના કેસ મામલે સરકારની ચિંતા વધારી છે. પરંતુ આ વચ્ચે ઔષધિ ક્ષેત્રની કંપની ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે ભારતમાં કોવિડ-૧૯ સંક્રમિતની સારવાર માટે રેમ્ડેસિવિર દવાને બજારમાં જાહેર કરવાની જાહેરાત કરી. આ દવા રેડા-એકસ બ્રાન્ડ નામ અંતર્ગત ઉપલબ્ધ થશે.

દવા કંપની તરફથી એક અખબારી યાદી બહાર પાડી કહેવામાં આવ્યું છે કે, આ દવા ગિલિડ સાયન્સિસ ઇન્ક (ગિલિડ)ની સાથે લાયસન્સ વ્યવસ્થા અંતર્ગત જાહેર કરવામાં આવી છે. ગિલિડે ડો. રેડ્ડીઝ લેકને રેમ્ડેસિવિરને નોંધણી, ઉત્પાદન અને વેચાણનો અધિકાર આપ્યો છે. તેના અંતર્ગત અધિકાર ભારત સહિત ૧૨૭ દેશોમાં કોવિડ-૧૯ના સંભવિત સારવારના કામ આવતી આ દવા માટે આપવામાં આવ્યો છે.

ભારતના ડ્રગ નિયંત્રક (ડીસીજીઆઇ)એ રેમ્ડેસિવિરનો ઉપયોગ ભારતમાં કોવિડ-૧૯ના ગંભીર લક્ષણવાળી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર કટોકટીની પરિસ્થિતિમાં કરવાની મંજૂરી આપી છે. કંપનીએ કહ્યું છે, ડો. રેડ્ડીઝની રેડા-એકસ ૧૦૦ મિલિગ્રામની નાની બોટલમાં મળશે.

(3:29 pm IST)