Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કંગના પર ડ્રગ્સ કેસમાં તપાસ કરશે મુંબઇ પોલીસ

મહારાષ્ટ્ર સરકારની બીજા પ્રહારની તૈયારી

મુંબઇ તા. ૧૧ : કંગના રનૌત સામે હવે મહારાષ્ટ્રની સરકારે વધુ એક વારની તૈયારી કરી છે. કંગના રનૌત સામે ડ્રગ્સ કેસમાં તપાસ થશે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસને તપાસની જવાબદારી સોંપી છે. મુંબઈ પોલીસને આ મામલે મહારાષ્ટ્ર સરકાર પાસેથી ઓફિશિયલ લેટર પણ મળ્યો છે. મુંબઈ પોલીસ હવે એ વાત પર નિર્ણય નથી લઈ શકી કે કંગના ડ્રગ્સ કેસ મામલાની તપાસ SITને આપવી કે પછી એન્ટી નાર્કોટિકસ સેલને.

મહારાષ્ટ્રના ગૃહ રાજયમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌતની સામે ડ્રગ્સ કેસનો મામલો ઉઠાવ્યો છે. તેઓએ કંગનાના એકસ બોયફ્રેન્ડ અધ્યયન સુમનના એક જૂના ઈન્ટરવ્યુના આધારે આ મામલો ઉઠાવ્યો છે. અધ્યયન સુમને પોતાના ઈન્ટરવ્યુમાં કંગના ડ્રગ્સ લેવાનો દાવો કર્યો હતો. અને એમ પણ કહ્યું હતું કે કંગનાએ તેને પણ જબરદસ્તી ડ્રગ્સનું સેવન કરાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના આ એકશન પર કંગનાએ પણ રિએકશન આપ્યું છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું કે, પ્લીઝ મારો ડ્રગ ટેસ્ટ કરો, મારા કોલ રેકોર્ડની તપાસ કરો. જો તમને ડ્રગ્સ પેડલરને લઈ કોઈ લિંક મળે છે તો હું મારી ભૂલ માની લઈશ અને હંમેશા માટે મુંબઈ છોડી દઈશ.

તો બીજી બાજુ અધ્યયન સુમને કંગના ડ્રગ્સ કેસમાં પોતાનું નામ લેવા મામલે આપત્તિ દર્શાવી હતી. તેણે કહ્યું કે, ૨૦૧૬માં મેં ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તેને કારણે ફરીથી હવે મને આ વિવાદમાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને આ વિવાદમાં ખેંચવાનું બંધ કરો. મેં કોઈની સામે કોઈ કેસ કર્યો નથી. હવે હું ફરીથી મારા જીવનના એ કાળા દિવસોમાં પરત જવા માગતો નથી.

(2:44 pm IST)