Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ફલુની સાથે કોરોનાને પણ ખતમ કરવાનો દાવો

ચીનમાં કોવિડ-૧૯ની નેઝલ સ્પ્રે રસીની ટ્રાયલને મંજૂરી

બૈજીંગ તા. ૧૧ : ચીને કોવિડ-૧૯ સામે લડવા માટે પોતાની પહેલી 'નેઝલ સ્પ્રે વેકસીન'ની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. આ રસીની પહેલા તબક્કાની ટ્રાયલ નવેમ્બરમાં શરૂ થવાના અણસાર છે. આ કલીનીકલ ટ્રાયલ ૧૦૦ લોકો પર કરાશે. ચીનમાંથી ફેલાયેલી આ વૈશ્વિક મહામારીથી વિશ્વમાં અત્યાર સુધીમાં ૯ લાખથી વધારે લોકોના મોત થઇ ચૂકયા છે. ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર આ પોતાના પ્રકારની પહેલી એવી રસી છે જેને ચીનના નેશનલ મેડીકલ પ્રોડકટસ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી મળી છે.

હોંગકોંગ યુનિવર્સિટી અને બૈજીંગની વાનતાઇ બાયોલોજીકલ ફાર્મસીના રિસર્ચરોએ તેને વિકસીત કરી છે. હોંગકોંગ યુનિ.ના માઇક્રોબાયોલોજીસ્ટ યૂવેન કયોંગ વ્યોંગે જણાવ્યું કે, નાકથી અપાનારી આ રસીમાં ડબલ સુરક્ષા મળે છે. તે એનવન એચવનની સાથે જ કોરોના વાયરસને પણ નિષ્ક્રીય કરે છે. તેમણે એ પણ સ્વિકાર્યું કે, આ રસીની સાઇડ ઇફેકટમાં દમ અને શ્વાસ ફૂલવા જેવી મુશ્કેલીઓ આવી શકે છે.

(12:48 pm IST)