Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભૂકંપના ઝટકાથી હલ્યુ મુંબઈઃ રિકટર સ્કેલ પર તીવ્રતા ૩.૫

નવી દિલ્લી, તા.૧૧: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરીથી એકવાર ભૂકંપના ઝટકા આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોથી મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. નાસિક, પાલઘર, મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં દ્યણી વાર ભૂકંપના ઝટકા આવી ચૂકયા છે.

શુક્રવારે સવારે આવેલ ભૂકંપથી લોકો ડરીને પોતાના ઘરોની બહાર નીકળી ગયા. નેશનલ સેન્ટર ફાયર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે ૩.૫૭ મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિકટર સ્કેલ પર ભૂકંપના તીવ્રતા ૩.૫ માપવામાં આવી. જો કે આ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલનુ નુકશાન થયુ નથી પરંતુ વારંવાર આવી રહેલ ભૂકંપના ઝટકાના કારણે લોકો ડરેલા છે.

છેલ્લા અમુક દિવસોમાં નાસિકમાં ભૂકંપના ઘણા ઝટકા આવ્યા છે. મંગળવારે નાસિકમાં અડધા કલાક દરમિયાન ભૂકંપના બે ઝટકા અનુભવાયા. આ પહેલા સોમવારે મુંબઈથી ૧૦૨ કિલોમીટર ઉત્ત્।રમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર આની તીવ્રતા ૩.૫ માપવામાં આવી. મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં સતત અનુભવાયેલા ભૂકંપના ઝટકાને કારણે લોકો ડરેલા છે.

(11:53 am IST)