Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

તબાહ થઇ ગયેલી ઓફિસેથી જ કામ કરીશઃ રિપેરીંગ કરાવવાના મારી પાસે પૈસા જ નથી

દુનિયા જુએ કે સ્ત્રીના અવાજ ઉઠાવવાનું પરિણામ : કંગના

મુંબઇ,તા.૧૧: પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી બોલિવૂડ એકટ્રેસ કંગના રનોટની ઓફિસમાં BMCએખૂબ તોડફોડ કરી હતી. બીજી તરફ કંગના પણ એ જ દિવસે મુંબઈ પહોંચી હતી અને ગુરુવારે તેણે પોતાની આઙ્ખફિસની મુલાકાત લીધી હતી. ઓફિસ વિઝિટ દરમિયાન એકટ્રેસના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. બીજી તરફ BMCના કાર્યવાહી બાદ લોકો કંગનાના સમર્થનમાં આવી ગયા છે અને તે બધાનો આભાર વ્યકત કરી રહી છે. પોતાની ઓફિસથી પરત ફર્યા બાદ એકટ્રેસે પોતાના મનની વાત કહી છે.

 

કંગના રનોટે ટ્વીટ કરતા લખ્યું કે - મારી ઓફિસ ૧૫ જાન્યુઆરીના રોજ ખુલવાની હતી. ત્યારબાદ કોરોનાએ અમને બધાને ટાર્ગેટ બનાવ્યા, જેના કારણે અમારામાંથી મોટાભાગના લોકોએ કામ કર્યું નહીં. આને રિનોવેટ કરાવવા માટે પૈસા નથી. હું તે તૂટેલી ઓફિસથી જ કામ કરીશ. આ તબાહ ઓફિસ એક પ્રતીક છે કે, એક મહિલા જે આ દુનિયામાં અવાજ ઉઠાવવાનું સાહસ કરે છે તેની સાથે શું થાય છે.'

આના પહેલા કંગના રનોટ પોતાની ગાડી પોતાની ઓફિસ પહોંચી હતી અને થોડી મિનિટો સુધી ગાડીની અંદરથી બહાર ફેલાયેલા કાટમાળને એકીટશે જોતી રહી. ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી ઓફિસમાં ગઈ અને વારાફરતી ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર પર ગઈ. આ દરમિયાન ઓફિસના કાટમાળને જોઈને તેની આંખોમાં નિરાશા દેખાઈ રહી હતી. આશરે ૧૫-૨૦ મિનિટ સુધી ત્યાં રોકાયા બાદ કંઈ બોલ્યા વિના કંગના પોતાના દ્યર માટે રવાના થઈ ગઈ.

(11:51 am IST)