Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મનરેગા હેઠળ કામ મેળવવા હજુય લાઇનો : કુલ ફાળવણી રૂ.૧૦૧પ૦૦ કરોડના ૬૩% તો વપરાઇ ગયા

ગ્રામીણ વિસ્તારમાં કામ માંગનારાઓની સંખ્યા ઘટવાનું નામ લેતી નથી : હજુ છ મહિના બાકીઃ ડિસેમ્બરમાં બધી રકમ વપરાઇ જશે

નવી દિલ્હી તા. ૧૧ : ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી રોજગાર યોજના મનરેગા હેઠળ કામ માગનારા લોકોની સંખ્યા ઘટવાનું નામ નથી લેતી અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે ખરીફ પાકોની વાવણી પુરી થયા પછી પણ ઘણા લોકો મનરેગા હેઠળ રોજગાર મેળવવા માટે લાઇનમાં ઉભા છે. બીજી બાજુ શહેરોમાંથી પાછા આવેલા પ્રવાસી મજુરો માટે પોતાના ગામમાં મનરેગા આવક માટેનું એક મોટુ સાધન બની ગયું છે આ બધાના પરિણામે આયોજના માટે સરકારે ફાળવેલી રકમ હવે ઓછા પડવા લાગી છે.

૮ સપ્ટેમ્બર સુધીમાં છેલ્લા પાંચ મહિના દરમ્યાન આયોજના માટે ફાળવેલ કુલ રકમ ૧૦૧પ૦૦ કરોડ રૂપિયામાંથી લગભગ ૬૩ ટકા રકમ  વપરાઇ ચુકી છે. ચાલુ નાણાકીય વર્ષના હજુ તો લગભગ સાત મહીના બાકી છે. ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે પુરેપુરા ૧૦૦ દિવસનો રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે યોજના માટે ફાળવવામાં આવેલી રકમ વધુમાં વધુ જાન્યુઆરીના અંત સુધી ચાલશે. મનરેગાની વેબસાઇટ અનુસાર ૯ સપ્ટેમ્બર સુધીમાં યોજના પર ૬૩,પ૧૧.૯પ કરોડ રૂપિયા ખર્ચાઇ ચુકયા છે જયારે ફાળવવામાં આવેલ રકમ ૬૩,૧૭૬,૪૩ કરોડ રૂપિયા છે આમ ફાળવાયેલ રકમ અને વપરાયેલ રકમ વચ્ચે ૩૩પ,પર કરોડનું અંતર છે. જો સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં મનરેગા માટે ઘોષિત વધારાના ૪૦,૦૦૦ કરોડ રૂપિયા જલ્દી નહી ફાળવેતો પરિસ્થિતિી કપરી બની શકે છે.

(11:49 am IST)