Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મહિને ઓનલાઇન ૧૦૦, વિગતવાર રપ જીએસટી રિટર્ન તપાસવા આદેશ

લોકડાઉનમાં અધિકારીઓએ કામગીરી નહીં કરતા ઉધડો લેવાયો : સ્કૂટિની નહીં કરનાર અધિકારી સામે કાર્યવાહી કરવા પણ ચીમકી

મુંબઇ તા. ૧૧: વેપારીઓ દ્વારા ભરવામાં આવતા ૩બી રિટર્નમાં દર મહિને ઓનલાઇન રિર્ટનના આંકડા યોગ્ય છે કે તેમાં ભૂલ કરવામાં આવી છે તેવા ૧૦૦ રિટર્ન અને શંકાસ્પદ લાગતા રપ રિટર્નનના દસ્તાવેજ તપાસીને સ્કૂટિની કરવા માટે સીજીએસટી કમિશનરે આદેશ આપ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

કોરોનાના કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં સીજીએસટીના અધિકારીઓએ સ્ક્રૂટિની કામગીરી યોગ્ય રીતે કરી નહીં હોવાના કારણે સીજીએસટી કમિશનરે અધિકારીઓનાં ઉધડો લીધો હોવાની વિગતો જાણવા મળી છે. તેના કારણે જ દરેક રેન્જના સુપરિન્ટેન્ટને દર મહિને ૧૦૦ રિટર્નની સ્કૂટિની કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત જે જીએસટી રિટર્નમાં શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય તેવા રપ કેસની ડિટેઇલમાં સ્ક્રુટિની દરમિયાન વેપારીએ કરેલા વ્યવહારોની ઉલટ તપાસ કરવામાં આવતી હોય છે. જયારે નોર્મલ સ્ક્રુટિનીમાં વેપારીએ ભરેલા ૩બી રિટર્નમાં કોઇ ભૂલ કરી છે કે કેમ અથવા તો રિટર્નમાં કોઇ ભુલ કરી છે કે કેમ અથવા તો રિટર્ન ઓછું ભર્યું છે કે કેમ તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

આ ઉપરાંત સમગ્ર માસ દરમિયાન કરવામાં આવેલા સ્ક્રુટિનીના કેસની વિગતો સાથેનો રિપોર્ટ પણ રજુ કરવા માટે આદશે કરાયો છે. જેથી જે અધિકારી દ્વારા આ કામગીરી યોગ્ય રીતે કરી નહીં હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

રિટર્નની સ્ક્રૂટિનીને કારણે વેપારીઓને નોટિસ મળશે

રાજયના તમામ સીજીએસટીના કમિશનરે મહિને ૧૦૦ રિટર્ન અને ડિટેઇલમાં રપ રિટર્નની સ્કૂટિની કરવા માટે આદેશ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા ચાલુ મહિનાથી જ તેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જેથી રિટર્ન ભરવામાં ભુલ કરનાર વેપારી સામે હવે કાર્યવાહી થવાની શકયતા રહેલી છે તેમજ તેના માટે વેપારીઓને નોટિસ મોકલીને ખુલાસો પણ પુછવામાં આવશે જેથી હવે સીજીએસટી વિભાગે જીએસટીની વસુલાત માટે કડક કાર્યવાહી કરવાની  તૈયારીઓ કરી દીધી હોવાનો વિગતો જાણવા મળી છે.

(11:48 am IST)