Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કંગનાના માતા ઉધ્ધવ સરકાર ઉપર તૂટી પડ્યા

શિવસેના કાયર અને ડરપોક

કંગનાના જીવનું જોખમ છે

નવી દિલ્હી, તા.૧૧: કંગના રનૌતની મુંબઈમાં ઓફિસ તોડ્યા બાદ કંગનાની માતાએ મહારાષ્ટ્રની ઉદ્ઘવ સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતા. અને કંગનાની માતા આશા રનૌતે દાવો કર્યો કે, કંગનાના જીવને જોખમ છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલાં ઈન્ટરવ્યુમાં આશા રનૌતે શિવસેનાને ડરપોક અને કાયર કહી હતી. આ સાથે જ આશા રનૌતે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપવા માટે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો.

ઈન્ટરવ્યુ દરમિયાન કંગનાની માતા આશા રનૌતે કહ્યું કે, સમગ્ર ભારત મારી દીકરીની સાથે છે. તો પછી આવો અન્યાય કેમ? આ બાલાસાહેબ ઠાકરેની સેના નથી? તે ડરપોક અને કાયર છે. અમે તેમના જેમ  વંશવાદી અને ખાનદાની નથી. કંગનાએ છેલ્લા ૧૫ વર્ષોમાં પૈસા કમાયા છે. આ કેવા પ્રકારની સરકાર છે. કંગનાના જીવને મુંબઈમાં ખતરો છે. સંપુર્ણ ભારતવર્ષ આ જોઈ શકે છે કે, કેવી રીતે બદલાની ભાવનાથી કામ કરવામાં આવી રહ્યું છે. હવે બીજી પાર્ટી આ રીતની વાતો કેમ કરી રહી છે. શું તેમના ઘરમાં દીકરીઓ નથી. જનતા બધું જાણે છે.

આગળ આશા રનૌતે કહ્યું કે, કંગના મારી પુત્રી છે, સંજય રાઉતે મારી દીકરી માટે આવી ગંદી વાત કેમ કરી. કંગયના કયારેય જૂઠ્ઠું બોલતી નથી, તે સચ્ચાઈ બોલે છે. જો શિવસેનાએ ખોટી વાત કહી છે તો તમામ જનતા કંગનાની સાથે છે. હું શિવસેના સરકારને કહેવા માગું છું કે આ બધું ન કરો. સાથે જ હું બીજેપીને ધન્યવાદ આપીશ કે, જેઓએ મારી દીકરીની રક્ષા કરી છે. આશાએ કહ્યું કે, કંગના હાલ મુંબઈમાં જ રહેશે, તેણે ત્યાં ૧૫ વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. પોતાની અડધી ઉંમર મુંબઈમાં પસાર કરી છે. મહારાષ્ટ્ર બધાનું છે.

(11:15 am IST)